રાજ ઠાકરેની ધમકી.. મરાઠી ફિલ્મ બતાવો નહી તો થિયેટરમાં નહી ચાલે 'ટાઈગર જિંદા હૈ'

મુંબઈ., બુધવાર, 20 ડિસેમ્બર 2017 (11:01 IST)

Widgets Magazine

 ઉત્તર ભારતીયોના વિરોધને લઈને સામાન્ય રીતે ચર્ચામાં રહેનારી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(એમએનએસ) એકવાર ફરી ચર્ચામાં છે.  જો કે આ વખતે વિરોધ ઉત્તર ભારતીયોનો નહી ફિલ્મોને સિનેમાઘરમાં બતાવવાને લઈને છે. 
 
રિપોર્ટ્સ મુજબ એમએનએસ ચીફ રાજ ઠાકરેએ મુંબઈમાં સિનેમાઘર માલિકોને એક ધમકી ભર્યો લેટર મોકલ્યો છે. તેમા તેણે કહ્યુ કે જો 'દેવા' ને પ્રાઈમ ટાઈમમાં નથી બતાવવામાં આવ્યુ તો તે સલમાન ખાનની આવનારી ફિલ્મ ટાઈગર જિંદા હૈ ને કોઈ પણ થિયેટરમાં નહી ચાલવા દે. 
 
ઠાકરે મુજબ સલમાનની ફિલ્મ 'ટાઈગર જિંદા હૈ' ને કારણે 'દેવા' ને સિનેમાઘરોમાં સ્થાન નથી મળી રહ્યુ. આવામાં જો મહારાષ્ટ્રમાં જ મરાઠી ફિલ્મોને સ્થાન નહી આપવામાં આવે તો અમે અહી કોઈપણ હિન્દી ફિલ્મ રજુ નહી થવા દઈએ. 
 
આ દરમિયાન એમએનએસ નેતા શાલિની ઠાકરેએ મીડિયા સાથે વાતચીતમાં કહ્યુ, મરાઠી ફિલોમોને પ્રાઈમ ટાઈમ શોજ મળવુ જોઈએ. 'દેવા'ને ટાઈગર જિંદા હૈ ના સામે સ્ક્રીન સ્પેસ નહોતો આપવામાં આવી રહ્યો.  જો હિન્દી ફિલ્મ ઈંડસ્ટ્રી મરાઠી ફિલ્મોના ખર્ચે સ્ક્રેની સ્પેસ લે છે તો તેનો વિરોધ કરીશુ. અમે 'દેવા' માટે સ્ક્રીન સ્પેસ માંગી રહ્યા છીએ. 
 
ઉલ્લેખનીય છે કે મરાઠી ફિલ્મ દેવા આ મહિનાની 22 ડિસેમ્બરના રોજ રજુ થવા જઈ રહી છે અને આ દિવસે સલમાન ખાન અને કેટરીના કૈફની 'ટાઈગર જિંદા હૈ' પણ રજુ થવાની છે. ઠાકરેની ધમકી પછી સિનેમાઘરના માલિકોને એક રીતે પણ નુકશાન થઈ શકે છે કારણ કે  કે 'ટાઈગર જિંદા હૈ' ની રજુ થતા પહેલા જ ઘણા લોકોએ ફિલ્મની એડવાંસ ટિકિટ બુક કરી લીધી છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

પ્રથમ દિવસથી જ કામ કરવાનું શરૂ, જિજ્ઞેશ મેવાણીએ વડગામનાં ખરાબ રસ્તાઓને લઈને કલેકટરને આપ્યું આવેદનપત્ર

યુવા આંદોલનકારી નેતા જીજ્ઞેશ મેવાણી અપક્ષ તરીકે વડગામથી ચુંટણી જીતીને વિધાનસભામાં ...

news

ભાજપને જૂનો પડકાર ફરીથી નડશે, અલ્પેશ- જિજ્ઞેશ વિધાનસભામાં અને હાર્દિક બહારથી ઘેરશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને સૌથી વધુ પાટીદાર, ઠાકોર અને દલિત સમાજનો વિરોધનો સામનો ...

news

હવે કોણ બનશે ગુજરાતના મુખ્યમંત્રી પર રહસ્ય

હવે કોણ બનશે ગુજરાતના મુખ્યમંત્રી પર રહસ્ય

news

સૌરાષ્ટ્રમાં ૪૮માંથી ૨૮ બેઠકો ઉપર કોંગ્રેસનો વિજય, માત્ર ૧૯ બેઠકો પર ભાજપ જીત્યું

ગુજરાતમાં ભલે સત્તાસ્થાને ભાજપ આવ્યો હોય, સૌરાષ્ટ્રમાં ભાજપને મોટો ફટકો પડયો છે અને ...

Widgets Magazine