રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદ: , શુક્રવાર, 28 જૂન 2019 (18:21 IST)

સાવકી પૌત્રી સાથે શારીરિક અડપલા મામલે પોલીસે દાદાની કરી ધરપકડ

રાજ્યમાં દુષ્કર્મની ઘટના દિવસેને દિવસે વધતી જઇ રહી છે. ત્યારે શહેરના ગોમતીપુર વિસ્તારમાં આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં સાવકી પૌત્રી સાથે શારીરિક અડપલા કરી દુષ્કર્મ આચર્યાની ફરિયાદના આધારે દાદાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ ફરિયાદના આધારે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
 
અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં રહેતી યુવતીએ 8 વર્ષ પહેલા તેના લગ્ન થયા હતા. ત્યારે આ દામ્પત્ય જીવનમાં તેને એક દીકરી હતી. પંરતુ પતિ સાથે અવારનવાર ઝગડા થાવના કારણે યુવતીએ તેના પતિ પાસેથી છૂટાછેડા લીધા હતા. જો કે, ત્રણ મહિલા પહેલા જ યુવતીએ તેના જ વિસ્તારમાં રહેતા અન્ય યુવક સાથે બીજા લગ્ન કર્યા હતા.
 
ત્યારબાદ યુવતી તેની 7 વર્ષની દીકરીને લઇે તેના બીજા પતિના ઘરે ગઇ હતી. જોકે યુવતીના મામા સસરાનું અવસાન થતા યુવતી તેની દીકરીને ઘરે મુકીને મામા સસરાની અંતિમવિધિમાં ગઇ હતી. ત્યારબાદ જ્યારે તે રાત્રે પરત પરી ત્યારે તેની દીકરીને ગુપ્તાંગના ભાગે બળતરા થવાની જાણ થઇ હતી.

જ્યારે આ ઘટના અંગે યુવતીએ તેની દીકરીને પૂછ્યું હતું ત્યારે દીકરીએ સમગ્ર ઘટના જણાવતા કહ્યું હતું કે, દાદા મને રમાડતા રમાડતા ગંદી ગંદી વાતો કરે છે અને પેશાબના ભાગે પણ આંગળઓ ફરેવે છે જેના કારણે મને બળતરા થયા છે. યુવતીને આ વાતની જાણ થતા યુવતીએ તેના સસરાને ઠપકો આપ્યો હતો.
 
પરંતુ સસરાએ યુવતી ઘરથી બહાર કાઢી મુકી હતી. ત્યારે આ અંગે યુવતીએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં તેના સસરા વિરૂધ ફરિયાદ નોંધાવતા પોલીસે સસરાની ધરપકડ કરી હતી. પોલીસે આ ફરિયાદના આધારે વધુ કાર્યવાહી માટે ભોગ બનનારનું મેડિકલ ચેકઅપ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.