શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 18 જૂન 2019 (14:38 IST)

અમદાવાદમાં સ્કૂલબસ ભૂવામાં ફસાઈ, નિકોલની ઘટનામાં ડ્રાઈવરની ધરપકડ કરાઈ

અમદાવાદમાં  વરસાદ પડવાની શરૂઆતની સાથે ઘાટલોડિયામાં એક સ્કૂલ બસ ભૂવામાં ફસાઇ ગઇ હતી. જેના પગલે સ્કૂલબસમાં સવાર તમામ વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થયો હતો. જોકે, મોટી જાનહાની ટળી હતી. આ ઘટનાએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રી મોનસૂન કામગીરીની પોલ ચોક્કસ ખોલી છે. મળતી માહિતી પ્રમાણે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા રન્નાપાર્ક વિસ્તારમાં સેન્ટ મેરી સ્કૂલની બસ પસાર થઇ રહી હતી. ત્યારે અચાનક જ રસ્તાપરના ફૂવામાં ફસાઇ ગઇ હતી.

આ સ્કૂલબસમાં 15થી 20 વિદ્યાર્થીઓ સવાર હતા. જોકે, આ ઘટનામાં તમામ વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થયો છે. સવાર વિદ્યાર્થીઓને બસમાંથી સલામત રીતે નીચે ઉતાર્યા હતા. અને અન્ય વાહન દ્વારા યોગ્ય જગ્યાએ પહોંચાડવાની કામગારી કરાઇ હતી.જોકે, આ ઘટનાએ એએમસીની નબળી કામગીરીની પોલ ચોક્કસ ખોલી દીધી છે. સ્થાનિક લોકો પણ અધિકારીઓની બેદરકારની કારણે નબળા કામ થયાના આરોપ લગાવી રહ્યા છે. બીજી તરફ ન્યુ રાણીપ વિસ્તારમાં પણ સોમવારે એક મીની ટ્રક રોડ પર જમીન બેસી જવાના કારણે ફસાઇ ગયો હતો. અમરાઇવાડી વિસ્તારમાં પણ જમીન બેસી જવાથી એક ટ્રક ફસાઇ ગયાની ઘટના બની હતી.હજી તો વરસાદની શરૂઆત છે ત્યા આવા ભૂવા પડવાની શરૂઆત થઇ છે તો ભારે વરસાદ વખતે અમદાવાદના રોડ અને રસ્તા ઉપર વાહન લઇને ચાલવું એ જીવના જોખમ સમાન બની જાય તો નવાઇ નહીં. 
બીજી બાજુ સોમવારે સાંજે નિકોલમાં સ્કૂલવાનમાંથી ત્રણ વિદ્યાર્થીઓ પડી જવાની ઘટનામાં પોલીસે મોડી રાત્રે ડ્રાઇવરની ધરપકડ કરી હતી. જોકે, ત્યારબાદ જામીન ઉપર આરોપીને છોડી મુકવામાં આવ્યો હતો. જોકે, આરટીઓ કાર્યવાહી કરવાની માહિતી સુત્રો પાસેથી મળી હતી. હતી. મળતી માહિતી પ્રમાણે નિકોલમાં આવેલી પંચામૃત સ્કૂલની ચાલુ વાનમાંથી ત્રણ બાળકો પડી ગયા બાદ એકની હાલત ગંભી હતી. ઘટનાની ફરિયાદના આધારે ટ્રાફિક જી ડિવિઝન પોલીસે સોમવારે મોડી રાત્રે ડ્રાઇવર કિરણ જીવણભાઇ દેસાઇની ધરપકડ કરી હતી. જોકે, પોલીસે પોલીસ સ્ટેશનમાં જ આરોપીને જામીન ઉપર છોડી મુક્યો હતો. આરોપીએ ગફલત ભરી રીતે વાન હંકારી સહિતના આરોપ સર ધરપકડ કરવામાં આવી હતી. નિકોલમાં આવેલી પંચામૃત સ્કૂલની ચાલુ વાનમાંથી ત્રણ બાળકો પડી જતા એક બાળકને ગંભીર ઈજા થઈ છે. એક વાન બગડતા બીજી વાનમાં ઘેટા બકરાની જેમ કુલ 22 વિદ્યાર્થીઓને ભરવામાં આવ્યા હતા. જેને પગલે સ્કૂલવાન વળાંક લેતી હતી ત્યારે વાનનો દરવાજો ખુલ્લો રહી જતા ત્રણ વિદ્યાર્થીઓ નીચે પટકાયા હતા. જેમાં એક વિદ્યાર્થિનીને ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.