નર્મદાનું પાણી બંધ થયું તો ગાંધીનગરમાં સીએમના ઘરનું કનેકશન કાપીશું - અલ્પેશ ઠાકોર

ગુરુવાર, 28 ડિસેમ્બર 2017 (12:55 IST)

Widgets Magazine
alpesh thakore


રાધનપુર બેઠક ઉપરથી વિજયી થયેલા ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનો અભિવાદન સમારોહ બુધવારે યોજાયો હતો. જેમાં તેઓએ નર્મદા નહેરમાં પાણી સપ્લાય બંધ કરવામાં આવશે તો 1000 ટ્રેક્ટર ભરી જઈને મુખ્યમંત્રી રૂપાણીના ઘરનું પાણીનું કનેક્શન કાપી નાંખીશું તેવો લલકાર કર્યો હતો. અલ્પેશે જણાવ્યું કે નર્મદાના પાણી બંધ કરવામાં આવે તો ખેડૂતોના પાકને ચોથું પાણી ન મળે અને પાક સદંતર નિષ્ફળ જાય. તેમણે રાધનપુરને જિલ્લો બનાવવા માટે પણ મક્કમ પ્રયાસો કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ચૂંટાયા બાદ પ્રથમ સભામાં જણાવ્યું હતું કે મારે ગરીબોના પ્રશ્ને કામ કરવું છે. અહીં તમારો દીકરો બનીને આવ્યો છું. પરંતુ વિધાનસભામાં હું બાપ બનીને કામ કરીશ. આ વિસ્તારના ગુંડાઓ અને રાજકીય ગુંડાઓને આકરા શબ્દોમાં ચેતવ્યા હતા અને કહ્યું કે હું કોઈનાથી ડરતો નથી. રાધનપુર વિધાનસભા વિસ્તાર માટે ધારાસભ્યને મળતી ગ્રાન્ટ વાપરવા માટે સંકલન સમિતિ બનાવવામાં આવશે. સમિતિ 80 ટકા રકમ સુધી ગરીબ લોકોના ભલા માટે વાપરે તેવી ઈચ્છા રાખું છું. પૈસા કે ખુરશી મારું લક્ષ નથી. ગરીબોનો વિકાસ જ મારુ લક્ષ છે. રાધનપુર પાલિકામાં વાલિયા લૂંટારા બેઠા છે તે રીતસર લૂંટ ચલાવી રહ્યા છે. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

અમદાવાદમાં ઠંડી-ગરમી મિશ્રિત વાતાવરણમાં ઝાડા-ઊલટી, કમળો અને ટાઇફોઈડના દર્દીઓમાં વધારો

શહેરમાં ઠંડી-ગરમી મિશ્રિત વાતાવરણમાં પાણીજન્ય રોગચાળાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા ...

news

અમદાવાદમાં નવા વર્ષની ઉજવણીમા મહિલા પોલીસનો માસ્ટર પ્લાન

અમદાવાદીઓએ નવા વર્ષની ઉજવણી માટે તૈયારીઓ શરુ કરી દીધી છે ત્યારે પોલીસ વિભાગ પણ આ નવા ...

news

અમદાવાદમાં ૩૧મી ડિસેમ્બરની ઉજવણીમાં દારૂની રેમલછેલ અટકાવા માટે પોલીસનો એકશન પ્લાન

ગુજરાતમાં ૩૧મી ડિસેમ્બરની ઉજવણી કરવા માટે યુવાનો થનગની રહ્યાં છે. બીજી તરફ બુટલેગરો પણ ...

news

જય જવાન, જય વિજ્ઞાનનાં સમન્વયથી બાળ વૈજ્ઞાનિકો નયા ભારતનું નિર્માણ કરશે: મુખ્ય પ્રધાન રૂપાણી

વર્ષ ૨૦૩૦માં ભારતને વિજ્ઞાન ટેકનોલોજી ક્ષેત્રે ટોપ-થ્રી નેશનમાં સ્થાન અપાવવાનો ...

Widgets Magazine