મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: સોમવાર, 18 ડિસેમ્બર 2017 (13:31 IST)

રાધુનપુર બેઠક પર અલ્પેશ ઠાકોરની જીત

કોંગ્રેસે અલ્પેશ ઠાકોરને આખરે રાધનપુરની સીટ ફાળવતાં એવું ચર્ચાનું ચકડોળ હતું કે હવે અલ્પેશને જીતવું કાઠું પડી જશે. જ્યારે ભાજપના ઉમેદવાર લવિંગજીને આવા નિવેદનોથી જીત મેળવવા માટે થોડી તાકાત મળતી હતી પણ હવે કોંગ્રેસના આગેવાન અને ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરે આખરે આ બેઠક જીતી લીધી છે. અલ્પેશ આ બેઠક પર 77263 મતો મેળવ્યાં છે અને 15 હજાર જેટલા મતથી ભાજપના લવિંગજીને હરાવ્યાં છે. લવિંગજીને 63 હજાર મત મળ્યાં છે.