અલ્પેશ ઠાકોરની ચીમકી: DSPને કહો દારૂના અડ્ડા બંધ કરે નહિ તો પપ્પા સોટી લઈને આવશે

મંગળવાર, 20 ફેબ્રુઆરી 2018 (15:27 IST)

Widgets Magazine
alpesh thakore


ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પરથી રાધનપુરથી ચૂંટણી જીતનાર અલ્પેશ ઠાકોરે સરકાર અને પોલીસ સામે બાંયો ચઢાવી છે. વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી બાદ હવે અલ્પેશે પણ સરકારને ચીમકી આપી DSP નિરજ બડગુજરની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. અલ્પેશે DSP પર ગંભીર આરોપ લગાવ્યા હતા. અલ્પેશ ઠાકોરે ડિસાના આસેડામાં એક સભામાં આ પ્રહારો કર્યા હતા. તેણે કહ્યું હતું કે, DSPને કહેજો કે પપ્પા આવ્યા હતા અને દારૂનો અડ્ડો બંધ કરાવવાનું કહી ગયા છે, નહિતર પપ્પા છોડશે નહીં અને સોટી લઈને આવશે અને મારશે. અલ્પેશ ઠાકોર બનાસકાંઠા જિલ્લામાં આગામી સમયમાં દારૂ બંધ કરાવવા જવાના છે.

તેણે ડિસામાં પ્રજા સામે કહ્યું હતું કે, મેં એવું સાંભળ્યું છે કે, તમારા DSP બહુ હપ્તા લે છે, એને એવું છે કે, બાપા બીજા નહીં આવે પણ આ સવાયો બાપ અહીં આવ્યો છે અને એના હું છોતરા કાઢી નાખીશ. મને એવું હતું કે, આ DSP ઈમાનદાર છે, પણ ભોળો ચહેરો કરીને મહિને 42 લાખનો બુટલેગરો પાસેથી હપ્તો લે છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ગુજરાત વિધાનસભા બજેટ સત્ર, અવ્યવસ્થાને કારણે પત્રકારોનો હલ્લાબોલ

ગુજરાતના લોકોની આશા અને અપેક્ષા વચ્ચે હાલ ગુજરાત વિધાનસભામાં બજેટ રજૂ થઈ રહ્યું છે. નાયબ ...

news

ગુજરાત પર તોળાઈ રહેલુ જળસંકટ, નર્મદા ડેમની સપાટી ઘટીને 110.68 મીટરે પહોંચી

સરદાર સરોવર નર્મદા બંધ ખાતે પાણીની સપાટીમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જે ઉનાળામાં રાજ્યમાં ...

news

ઉંઘમાં મહિલાએ ટ્રેનમાં ટોયલેટને બદલે ખોલી નાખ્યો મોતનો દરવાજો

જોધપુરથી ભોપાલ પરત ફરી રહેલ એક મહિલાનું ટ્રેનમાંથી પડીને એ સમયે દુર્ઘટનાનો ભોગ બની જ્યારે ...

news

જનતાનો ન્યાય - રેપના આરોપીઓને પોલીસચોકીમાંથી બહાર કાઢીને જીવતા સળગાવી નાખ્યા

અરુણાચલ પ્રદેશમાં માસૂમ બાળકી સાથે રેપ અને તેની હત્યાના આરોપીને ત્યાના લોકોએ જ સરેઆમ સજા ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine