ભાજપમાં ટિકિટવાંઈચ્છુકોએ અમિતશાહના પગ પકડવાના શરૂ કરી દીધાં

amit shah
Last Modified શનિવાર, 30 સપ્ટેમ્બર 2017 (12:45 IST)
ભાજપના વિધાનસભાની ચૂંટણીની આપવામાં જાણે સર્વેસર્વા હોય તેવો માહોલ ઉભો થયો છે કે કરાયો છે. શુક્રવારે અમિત શાહના થલતેજ સ્થિત બંગલે ચૂંટણી લડવા ઇચ્છતાં મુરતીયાઓએ રીતસરની લાંબી લાઇન લગાવી હતી. જેમાંથી મોટાભાગનાં આગેવાનોએ ટિકિટ મેળવવા માટે અમિત શાહને 'પાઇલાગુ' પણ કર્યું હતું. પક્ષ શિસ્તબદ્ધ હોવાની માન્યતા છે. ચૂંટણીમાં લાગવગથી નહીં પણ મેરીટ મુજબ ટિકિટ અપાતી હોવાની છાપ છે. હકિકતમાં આવું નથી. ભાજપમાં આંતરિક લોકશાહી જેવું રહ્યું નથી. દિલ્હી બેઠેલા બે મોટા નેતાઓ જ તમામ નિર્ણયો કરી રહ્યા છે. એમાં પણ ગુજરાતનો સંપૂર્ણ કબજો અમિત શાહે લઈ લીધાનું ચિત્ર ઉભું થયું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૃ થયું હોઈ, અમિત શાહે આંટાફેરા વધારી દીધા છે. ટિકિટની ફાળવણી માટે ઉમેદવારો નક્કી કરવા તાજેતરમાં જ નિરિક્ષકો દ્વારા 'સેન્સ' લેવાઇ હતી. પરંતુ આ બધુ દેખાડો કરવાની વાત છે. જે આજે અમિત શાહના ઘરના દ્રશ્યો જોઇને પણ વાસ્તવિકતા ખબર પડી જાય છે. અમિત શાહને મળવા ભાજપ સંગઠનમાંથી અનેક અગ્રણીઓ, હોદ્દેદારો, પદાધિકારીઓ અને સિનિયર કાર્યકરો આપ્યા હતા. તેમજ અમુક મંત્રીઓ અને કેટલાય ધારાસભ્યો પણ અમિતભાઈના દરબારમાં આવ્યા હતા. આવનારા પૈકીનાં મોટાભાગના લોકોએ પોતાને ટિકિટ આપવાની માગણી સાથેનું લોબીંગ કર્યું હતું. નાની મોટી વાતોમાં ગુસ્સે થઈ જતા અમિત શાહની લાગણી જીતવા માટે ખુબ જ વરિષ્ઠ ગણાતા આગેવાનો પણ અમિત શાહને પગે લાગતા હતા. આ બધી બાબતોને આધારે કહી શકાય છે કે કોંગ્રેસ હોય કે ભાજપ કાગડા બધે કાળા જ છે. 'અમે બીજા બધા રાજકીય પક્ષોથી જુદા છીએ' એવી ભ્રામકતા ફેલાવનારા હવે ઉઘાડા પડી ગયા છે. માત્ર ચાંપલુસી અને હાજી કરનારા લોકોને નેતાઓ પણ પસંદ કરે છે. આવા લોકોને ચૂંટણીની ટિકિટ પણ આપી દેવાશે. જયારે વર્ષોથી ભાજપમાં રહીને તન-મન-ધનથી મુંગા મોઢે સેવા કરનારા લાયક ઉમેદવારોનો ભાજપનાં નેતાઓ પણ ભાવ પૂછતા નથી.
આ પણ વાંચો :