બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 15 માર્ચ 2024 (17:15 IST)

સુરતમાં વધુ એક ગ્રીષ્માકાંડ જેવી ઘટના

Surat crime news
Surat Crime news- સુરતમાં જહાંગીરપુરામાં ફરી એકવાર ચકચારી‘ગ્રીષ્માકાંડ’ જેવી વધુ એક ઘટના બનતા ખળભળાટ મચી ગયો છે. પ્રેમિકાએ લગ્નનીના પાડતા પ્રેમીએ યુવતી પર જીવલેણ હુમલો કરી નાખ્યો હતો. મહિલાને લોહીલુહાણ સારવાર આપવાની ફરજ પડી છે. આ ઉપરાંત દીકરીને બચાવવાનો પ્રયાસ કરનાર માતા પણ ઈજાગ્રસ્ત થઇ છે.
 
પ્રેમીએ આવેશમાં આવીને પ્રેમિકાને ચપ્પુના ઘા ઝીકી દીધા હતા. દીકરીને બચાવવા માતા વચ્ચે આવતા તેમના પર પણ યુવકે હુમલો કર્યો હતો. માતાપુત્રીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવ સંદર્ભે જહાંગીરપુરા પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. બંનેના સંબંધો તૂટી જતા બદલો લેવા આરોપી પ્રયાસ કરી રહ્યો હતો. સમગ્ર ઘટના મામલે પોલીસે આ આરોપી યુવકની ધરપકડ કરી લીધી છે.
 
વિગતો મુજબ, સુરતના જહાંગીર પુરા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રહેતી 23 વર્ષની એક યુવતીને સોશિયલ મીડિયાથી પ્રતીક પટેલ નામના યુવક સાથે સંપર્ક થયો હતો. વાતચીત દરમિયાન બંને વચ્ચે પ્રેમ પાંગર્યો. યુવતી પિતાના ટ્યુશન ક્લાસમાં ભણાવતી હતી. જોકે પ્રતિક વારંવાર યુતવીને લગ્ન માટે દબાણ કરતો હતો અને તેની પાસે જન્મનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ તથા અન્ય દસ્તાવેજો માંગતો હતો. બાદમાં પ્રતિકે ધમકી આપી કે જો તે લગ્ન નહીં કરે તો આપઘાત કરી લેશે.