Widgets Magazine
Widgets Magazine

BJP Page Pramukh sammelan - ઉ.ગુજરાતમાં ભાજપને સુરતવાળી થવાનો ડર એટલે પેજ પ્રમુખનું સંમેલન ગાંધીનગરમાં?

મંગળવાર, 11 જુલાઈ 2017 (10:42 IST)

Widgets Magazine


વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે ધમધમાટ શરૃ કર્યો છે જેના ભાગરૃપે પેજપ્રમુખોના સંમેલનો મળી રહ્યાં છે. જોકે, ઉત્તર ગુજરાતના પેજપ્રમુખોના સંમેલન મહેસાણાને બદલે ગાંધીનગર યોજવામાં આવી રહ્યું છે કેમ કે, ભાજપને સુરતવાળી થવાનો ડર સતાવી રહ્યો છે. ૧૧મી જુલાઇએ ગાંધીનગરમાં ઉત્તર ગુજરાતના પેજપ્રમુખોનું સંમેલન આયોજિત કરાયુ છે. સૂત્રો કહે છેકે, કેતન પટેલ કસ્ટોડિયલ ડેથનો મામલો હજુય ગરમાયેલો જ છે જેના લીધે પાટીદારો ભાજપથી ભારોભાર નારાજ છે.

આ કારણોસર મહેસાણામાં સંમેલન યોજે તો પાટીદારો સુરતવાળી કરી શકે છે તેમ ખુદ પોલીસ વિભાગનું માનવુ છે. આ પેજપ્રમુખ સંમેલનમાં અમિત શાહ ઉપસ્થિત રહેશે . ભાજપ માટે અત્યારે મહેસાણામાં સંગઠનનું સંમેલન યોજવુ અઘરૃ બન્યું છ પરિણામે જ ઉત્તર ગુજરાતના પેજપ્રમુખોને ગાંધીનગર બોલાવવા પડયાં છે. ઉલ્લેખનીય છેકે, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પેજપ્રમુખોના સંમેલન યોજાઇ ચૂક્યા છે. જોકે, હજુય ભાજપના સંગઠનનો મેળ પડયો નથી. આંતરિક વિખવાદને લીધે જ દિલ્હીથી લીલીઝંડી મળતી નથી જેના લીધે રૃપાણીના વખતના સંગઠનની ગાડી દોડે રાખે છે. હોદ્દાની લાલચમાં કાર્યકરો દોડી રહ્યાં છે ,બાકી તો ,પેજપ્રમુખો ય સંમેલનમાં આવતા નથી.



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ટ્રાફિકના ભંગ બદલ અમદાવાદમાં 9.61 લાખ લોકોને મળ્યો ઈ મેમો , 1000થી વધુ લોકોનાં લાયસન્સ રદ થયાં

શહેરમાં ટ્રાફિક પોલીસે વિદેશમાં જે રીતે ટ્રાફિકના નિયમોના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવે ...

news

અમરનાથ યાત્રીઓની બસ પર ગોળીબાર, 7 ગુજરાતીઓ ના મોત, અમરનાથ યાત્રા યાત્રા ચાલુ રહેશે

અમરનાથ યાત્રીઓની બસ ગોળીબાર, 7 ગુજરાતીઓ ના મોત, અમરનાથ યાત્રા સ્થગિત

news

1990થી કર્ણાવતી માટે ભાજપના ધમપછાડા, હેરિટેજ સિટી અમદાવાદને ‘કર્ણાવતી’ નામ મળશે?

ભારતના એક માત્ર શહેર અમદાવાદને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો આપતાં સ્માર્ટ મેગા ...

news

GIR VIDEO : ગિર સોમનાથના વનવિભાગે 80 ફુટ ઊંડા કુવામાથી કાઢ્યુ વાઘનુ બચ્ચું

ગુજરાતના ગિર સોમનાથમાં વન વિભાગે ખૂબ મહેનત પછી ઊંડા કુવામાંથી વાઘના બચ્ચાને સફળતાપૂર્વક ...