લાઠીમાં મુખ્યમંત્રીની સભામાં કાળા વાવટા ફરકાવી જળસંચયનો વિરોધ કરાયો

vijay rupani black flag
Last Modified શનિવાર, 12 મે 2018 (15:10 IST)

લાઠીના જરખીયા ગામે જળસંચય અભિયાનને લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણી આવ્યા હતા. જળસંચયના પ્રારંભ પહેલા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સીએમનું ભાષણ ચાલુ હતું ત્યારે બે વ્યક્તિએકાળા વાવટા ફરકાવી જળસંચયનો વિરોધ કરતા ભારે ચકચાર મચી ગઇ હતી. પોલીસે વાવટા ફરકાવનાર બન્ને વ્યક્તિને પકડીને સભાની બહાર લઇ જઇ પોલીસવાનમાં બેસાડી પોલીસ સ્ટેશન લઇ ગઇ હતી. બેમાંથી એકનું નામ કેતન કસવાળ હોવાનું જાણવા મળ્યું હતું. સીએમ સભા સંબોધી રહ્યા હતા અને અચાનક સભાની વચ્ચે બેસેલા બન્ને યુવાનો કાળા વાવટા સાથે ઉભા થયા હતા.
black flag to rupani

બન્નેએ કાળા વાવટા ફરકાવી ભાજપ હાય હાયના નારા લગાવ્યા હતા. ત્યારે સુરક્ષા માટે ઉભેલી પોલીસ તુરંત દોડી આવી હતી અને બન્નેના મો બંધ કરાવી સભાસ્થળની બહાર લઇ જઇ પોલીસ વાનમાં બેસાડી પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા હતા. આજે સવારે મુખ્યમંત્રી પોરબંદરના બગવદર ગામે જળસંચયનો પ્રારંભ કરાવવા પહોંચ્યા હતા. ત્યારે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. સીએમના સ્વાગત માટે આવી પહોંચેલા વાંસળી સાથે કારાભાઇ ગોગનભાઇ નામના માલધારી આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
vijay rupani-videoઆ પણ વાંચો :