શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 26 ઑક્ટોબર 2018 (16:00 IST)

Canara Bank PO Recruitment 2018: ગ્રેજ્યુએટ્સ માટે પીઓની 800 વેકેંસી, આ રીતે કરો Apply

Canara Bank PO Recruitment 2018 - કેનરા બેંકે 800 પીઓ પદ માટે અરજી આમંત્રિત કરી છે. જેમા 404 પદ સામાન્ય વર્ગના હશે. રજિસ્ટ્રેશન 13 નવેમ્બર સુધી કરી શકાય છે.  અરજી કરવાની અધિકતમ આયુસીમા 30 વર્ષ નક્કી કરવામાં આવી છે. અરજી કરવા માટે 55 ટકા અંક સાથે ગ્રેજ્યુએટ હોવુ અનિવાર્ય છે. એડમિટ કાર્ડ 5 ડિસેમ્બર પછી ડાઉનલોડ કરી શકાય છે.  ઓનલાઈન પરિક્ષા 23 ડિસેમ્બર 2018ના રોજ થશે. 
 
સિલેક્શન પછી કરવો પડશે કોર્સ 
 
પીઓમાં પોસ્ટિંગ બેકિંગ અને ફાયનાંસમાં સ્નાતકોત્તર ડિપ્લોમા (પીજીડીબીએફ) કર્યા પછી થશે.  અર્થાત આવદકોના સિલેક્શન પછી પહેલા આ કોર્સ કરવો પડશે. બેંકે પોતાના નોટિફિકેશનમાં કોર્સ કરવા માટે બે સંસ્થા મનિપાલ ગ્લોબલ એજ્યુકેશન સર્વિસેસ પ્રા. લિ. (બેંગલુરુ) અને એનઆઈટીટીઈ એજ્યુએશન ઈંટરનેશનલ પ્રા. લિ (ગ્રેટર નોએડા) નુ નામ પણ આપ્યુ છે.  ઓનલાઈન વસ્તુનિષ્ઠ પરીક્ષા બેકિંગ અને કાર્મિક સંસ્થાન (આઈબીપીએસ) મુંબઈ દ્વારા આયોજીત કરાશે. 
 
આ રીતે કરો અરજી 
 
ઉમેદવાર કેનરા બેંકની ઓફિશિયલ વેબસાઈટ canarabank.com પર જઈને અરજી કરી શકે છે.