સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 18 ડિસેમ્બર 2021 (10:34 IST)

સ્કૂલોમાં ફરી કોરોનાની એન્ટ્રી, અમદાવાદમાં નિરમા વિદ્યાવિહાર અને ઉદગમ સ્કૂલના વિદ્યાર્થી કોરોના સંક્રમિત

શહેરની સ્કૂલોમાં ફરી કોરોના વાયરસની એન્ટ્રી થઇ છે. સુરત બાદ અમદાવાદમાં પણ હવે વિદ્યાર્થીઓ કોરોના વાયરસથી સંક્રમિત થઇ રહ્યાં છે. મળતી માહિતી પ્રમાણે છારોડીની નિરમા વિદ્યાવિહાર અને ઉદગમ સ્કૂલના વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયા છે. નિરમા વિદ્યાવિહાર સ્કૂલના ધોરણ 5, 9 અને 11ના ત્રણ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યાં છે.

ધોરણ 9 અને 11ના બંને વિદ્યાર્થીઓ એક જ પરિવારના હોવાનું જાણવા મળ્યું છે. તો ઉદગમ સ્કૂલમાં પણ ધોરણ 2ની વિદ્યાર્થીનીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ડીઇઓ દ્વારા બંને સ્કૂલોને એક અઠવાડિયા સુધી બંધ કરવાના આદેશ આપવામાં આવ્યાં છે. ક્લાસના અન્ય વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ કરવાની પણ સૂચના આપવામાં આવી છે.