શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 2 જૂન 2020 (20:15 IST)

ભરૂચ જિલ્લાના દરિયા કાંઠે વસતા 2112 લોકોનું સ્થળાંતર, 25 ગામોને એલર્ટ કરાયા

ગુજરાત પર નિસર્ગ વાવાઝોડાનું ટકરાવાનું નથી, પરંતુ તકેદારીના ભાગરૂપે પગલે જંબુસર, વાગરા અને હાંસોટ તાલુકાના 2112 લોકો 42 આશ્રયસ્થાનોમાં ખસેડવામાં આવ્યા છે. જેમાં વાગરામાં તાલુકાના 1415, જંબુસર તાલુકાના 649 અને હાંસોટ તાલુકાના 48 લોકોનો સમાવેશ થાય છે. તકેદારીના ભાગરૂપે ભરૂચ જિલ્લાના 25 ગામોને એલર્ટ કરાયા છે. જેમાં જંબુસર તાલુકાના ઝામડી, ટંકારી, મોરોદપુર નેજા , નાળા, દેવલા, સારોદ, માલપુર, ખાનપુર, આસરસા, ઇસ્લામપુર, કાવી, દહેગામ અને કંબોઇનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વાગરા તાલુકાના લખીગામ, વેંગણી, રહીયાદ, સુવા, દહેજ, લુવારા, અંબેટા, જાગેશ્વર, ગંધાર, કલાદરા અને કોલિયાદનો સમાવેશ થાય છે અને હાંસોટ તાલુકાના કંટીયાજાળ ગામનો સમાવેશ થાય છે. અંકલેશ્વરમાં મંગળવારના બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. અચાનક પવન ફૂંકાવાની સાથે ધૂળની ડમરીઓ ઉડી હતી. તેમજ વરસાદ પડ્યો હતો. આલીયાબેટ ખાતે અલગ-અલગ કબીલામાં રહેતા 2 કબીલા દરિયા કિનારાની વધુ નજીક રહે છે. તેવા 2 કબીલામાં એક સ્થળેથી 20 તેમજ બીજા સ્થળેથી 30 લોકોને પરિવાર સાથે અન્ય કબીલા સમૂહને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.