Cycloneockhi - હવામાન વિભાગની આગાહીને પગલે ગુજરાતમાં ‘ઓખી’ ત્રાટકવાની વકી, 16 ગામો એલર્ટ

મંગળવાર, 5 ડિસેમ્બર 2017 (11:47 IST)

Widgets Magazine
gujarat cyclone


દક્ષિણ ગુજરાતમાં ધમરોળીને ગુજરાત તરફ આગળ વધી રહેલું ‘ઓખી’ વાવાઝોડુ રાજ્યમાં પ્રવેશ કરશે. વાવાઝોડાની અસર સોમવાર રાતથી જ શરૂ થઈ છે. રાજ્યભરમાં ઠેરઠેર અમી છાંટણા થયા હોવાની અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. તો વાતાવરણમાં એકદમ ઠંડક પ્રસરી ગઈ છે અને શિયાળામાં ચોમાસાનો અહેસાસ થઈ રહ્યો છે. અરબી સમુદ્રમાં સક્રિય થયેલા અત્યંત તીવ્ર ચક્રવાત ‘ઓખી’ને પગલે દક્ષિણ ગુજરાતમાં એલર્ટ જારી કરી દેવામાં આવ્યુ છે. દક્ષિણ ગુજરાત તરફ ઓખી ફંટાય તો દરિયાકાંઠાના ગામોમાં ચક્રવાતથી ભારે નુકસાન થવાની શક્યતા જણાઈ રહી છે.

- વડાપ્રધાન મોદીએ બીજેપી કાર્યકર્તાઓને અપીલ કરી છે કે તેઓ આ કુદરતી આફતમાં લોકોની મદદ કરે.
 
- ભાવનગર બંદર પર 2 નંબરનું સિગ્નલ લાગ્યું. ઘોઘા દહેજ રોરો ફેરી 6 ડિસેમ્બર સુધી બંધ કરાઈ છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ
 
- ઓખાથી બેટ દ્વારકા જતી ફેરી બોટ સર્વિસ અચોક્કસ મુદત સુધી બંધ રાખવામાં આવી છે. ખરાબ વાતાવરણને કારણે બોટ સર્વિસ બંધ કરાઈ છે. ગુજરાત મેરિટાઈમ બોર્ડ ઓખા દ્વારા આ નિર્ણય લેવાયો છે.
 
 - ઓખીની અસરને લઈ સુરતમાં તંત્ર એલર્ટ પર છે. હજીરા દરિયાકાંઠે, ઓલપાડના ભગવા કાંઠે NDRFની ટીમ તૈનાત કરાઈ છે. NDRFની ટીમ સતત મોનિટરીંગ અને પેટ્રોલિંગ કરી રહી છે. દરિયા કાંઠા વિસ્તારનાં ડુમ્મસ, સુલતાનાબાદમાં અસર જોવા મળી રહી છે. ચોર્યાસી, ઓલપાડનાં 63 ગામોને એલર્ટ કરી દેવાયા છે. જ્યાં NDRFની 4 અને SDRFની 2 ટીમોને તૈનાત કરાઈ છે


હાલ તે દક્ષિણ ગુજરાતથી દરિયામાં 800 કિલોમીટર ઉપર સ્થિર છે પરંતુ તે કઈ દિશા તરફ ફંટાય તે કહી શ
gujarat okha
કાય તેમ નથી. જો એ ‘ઓખી’ દક્ષિણ ગુજરાત તરફ ફંટાય તો સ્થિતિને પહોંચી વળવા તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.નવસારી જિલ્લા કલેકટર રવિકુમાર અરોરાએ તમામ અધિકારીને રાહત-બચાવ કાર્ય માટે એલર્ટ રહેવા જણાવી નુકસાનની પરિસ્થિતિ ઉદભવે તો તાકિદે પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.  ‘ઓખી’ વાવાઝોડાની સંભાવના સંદર્ભના હવામાન વિભાગના અનુમાનો અને સૂચનાઓ સંદર્ભે રાજ્ય સરકારે પ્રભાવિત જિલ્લાને જાણ કરી છે. જેમાં સૌરાષ્ટ્રના અમરેલી, ગીર-સોમનાથ, ભાવનગર, જામનગર, મોરબી, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર તેમજ કચ્છ અને દક્ષિણ ગુજરાતના વલસાડ, સુરત, નવસારી અને ભરૂચ જિલ્લાના કલેકટરોને સાવચેતીના પગલાં લેવા સૂચનાઓ આપી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા આ જિલ્લાઓના કલેકટરશ્રીઓને વાવાઝોડાનો ખતરો ટળી ન જાય ત્યાં સુધી કોઇપણ માછીમારને માછીમારી કે અન્ય હેતુ માટે દરિયામાં ન જાય તે સુનિશ્ચિત કરવાની સૂચના આપવામાં આવી છે. કોઇપણ વ્યક્તિ દરિયાકાંઠે ન જાય તે માટે જરૂરી તકેદારીના પગલાં લેવા તાકીદ કરવામાં આવી છે.
gujarat okhi

જરૂરીયાત ઊભી થાય તો વીજ લાઇનોનું તાકીદે પુનઃસ્થાપન, મરામત અને આનુષાંગિક કામગીરી હાથ ધરવા સંબંધિત વીજ કંપનીઓની ટીમો તૈયાર રાખવા સૂચના આપવામાં આવી છે. વાવાઝોડાની સંભાવનાવાળા વિસ્તારોમાં આવતી નગરપાલિકા, મહાનગરપાલિકાના સંબંધિત જવાબદાર અધિકારીઓ સાથેની ટીમો તૈયાર રાખવા સૂચનાઓ આપવામાં આવી છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
હવામાન વિભાગ ગુજરાતમાં ‘ઓખી 16 ગામો એલર્ટ Cycloneockhi. Effects-in-gujara

Loading comments ...

ગુજરાત સમાચાર

news

મધ્યપ્રદેશમાં 12 વર્ષ સુધીની કિશોરીઓ પર બળાત્કાર કરનારને મૃત્યુદંડ

12 વર્ષ કે એથી ઓછી વયની કિશોરીઓ પર બળાત્કાર કે સમૂહ બળાત્કારના દોષીને મૃત્યુદંડ આપવા ...

news

કોંગ્રેસે પોતાનો મેનિફેસ્ટો જાહેર કર્યો - ,, 'ખુશ રહે ગુજરાત'ના ઇરાદા સાથે કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો

ગુજરાત વિધાનસભાની ચૂંટણી દેશભરમાં ભાજપ માટે સ્વમાનનો મુદ્દો બનીને રહ્યો છે. ત્યારે ભાજપ ...

Gujarat Election 2017 ગુજરાતમાં આ વખતે 1001 ટકા ભાજપ જ જીતશે(Video)

Gujarat Election 2017 ગુજરાતમાં આ વખતે 1001 ટકા ભાજપ જ જીતશે

news

25 વર્ષથી સરકારમાં બેઠેલા ખૂંટીયાઓને બદલવાની જરૂર - જસદણમાં હાર્દિકનો રોડ શો

આજે હાર્દિક પટેલનો જસદણમાં રોડ શો અને આટકોટમાં ખેડૂત સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine