ગુરુવાર, 2 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 28 એપ્રિલ 2023 (14:33 IST)

સુરત: બાળકીની હત્યા મામલે મોટો ખુલાસો, બાળકી દિવ્યાંગ હોવાથી માતાએ જ કરી તેની દીકરીના હત્યા

crime news
- માતાએ બાળકીને ગુસ્સાથી પછાડતા થયુ મોત
- પોસ્ટમોર્ટમમાં થયો બાળકીના મોતનો ખુલાસો
 
પોલીસે માતાની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરીસુરતમાં 5 વર્ષીય દિવ્યાંગ બાળકીનું મોત થયું છે. દિવ્યાંગ બાળકીના ગુપ્તાંગના ભાગે ઇજાનાં નિશાન મળી આવતાં દુષ્કર્મ થયું હોવાની આંશકા વ્યક્ત કરવામાં આવી રહી છે. બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાનું જણાવતાં ચોકબજાર પોલીસ દોડતી થઈ ગઈ હતી. તાત્કાલિક બાળકીની લાશનું પીએમ કરાવવામાં આવ્યું હતું. એને લઈને પ્રાથમિક રિપોર્ટમાં બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાની આશંકા પોલીસે વ્યક્ત કરી હતી. જોકે હાલ બાળકીના જરૂરી સેમ્પલો લઈ આગળ તપાસ માટે મોકલાયાં છે.

સુરતમાં ફરી એકવાર બાળકી સાથે દુષ્કર્મ બાદ તેને લઈ તેનું મોત થયું હોય એ પ્રકારની ઘટના સામે આવી છે. સુરતના વેડરોડ વિસ્તારમાં રહેતા એક શ્રમજીવી પરિવારની પાંચ વર્ષીય દિવ્યાંગ બાળકી ઘર પાસે રમતી હતી અને ત્યાર બાદ થોડા સમય બાદ તે ઘરે આવી હતી અને અચાનક જ તેની તબિયત લથડી હતી. એને લઇ તે બેભાન થઈ ગઈ હતી, જેથી પરિવાર તેને લઈ તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો, જ્યાં તબીબોએ બાળકીને મૃત જાહેર કરી હતી.બાળકીના મોત પાછળ ડોક્ટરે તેની સાથે દુષ્કર્મ થયું હોવાની આશંકા વ્યક્ત કરી હતી. ત્યારે આ અંગેની જાણ ચોકબજાર પોલીસને કરવામાં આવી હતી. એને લઈને પોલીસતંત્ર દોડતું થયું હતું. બાળકીના મોતને લઇને પોલીસકાફલો સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો અને જરૂરી તપાસ હાથ ધરી હતી.ઘટનાની જાણ થતાં જ પોલીસકાફલો સિવિલ હોસ્પિટલ આવ્યા બાદ બાળકીના મોત પાછળનું કારણ જાણવા તપાસમાં જોતરાઇ ગયો હતો. ત્યારે ડોક્ટર સાથે પોલીસ-તપાસમાં બાળકીના ગુપ્તાંગના ભાગે ઇજાનાં નિશાન મળ્યાં હતાં, જેથી તેના પર દુષ્કર્મ આચરાયું હોવાની હાલ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. દુષ્કર્મને કારણે બાળકીનું મોત થયું હોવાની આશંકા પણ વ્યક્ત કરી છે. તેની સાથે દુષ્કર્મ બાદ હત્યાની આશંકાને લઇ પોલીસે તાત્કાલિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.બાળકીના પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાની આશંકા પોલીસે વ્યક્ત કરી હતી. ત્યારે દિવ્યાંગ બાળકીના મોતને લઇ ચોકબજાર પોલીસ મથકના પીઆઇ એમ.બી. ઔસુરાએ જણાવ્યું હતું કે બાળકીનું પ્રાથમિક પીએમ કરી દેવામાં આવ્યું છે, જેમાં તેની પાંસળી ડેમેજ થવાથી તેનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત બાળકીના ગુપ્તાંગના ભાગે ઇજાનાં નિશાન મળ્યાં છે, જેથી તેના પર દુષ્કર્મ આચરાયું હોવાની આશંકા વ્યક્ત કરાઇ છે. જોકે તેની લાશનું પીએમ કરાવી એનાં જરૂરી સેમ્પલો લેવામાં આવ્યાં છે અને એને તપાસ માટે મોકલી આપવામાં આવ્યાં છે.