શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 5 એપ્રિલ 2022 (10:52 IST)

ધોરણ 10-12 બોર્ડની પરીક્ષાનું પરિણામમાં થઇ શકે વિલંબ

board exam
રાજ્યમાં બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા શાંતિ પૂર્ણ માહોલમાં યોજાઇ રહી છે પરંતુ આ વખતે આ બોર્ડની પરીક્ષાનું પરિણામ મોડું આવી શકે છે.
 
મહત્વનું છે કે પડતર પ્રશ્નોનો નિકાલ ન થતા શૈક્ષિક સંઘોએ સાથે મળીને બોર્ડની પરીક્ષાના પેપર તપાસવા માટે ઇન્કાર કરી દીધો છે. જો સરકારે આગામી દિવસોમાં આ મુદ્દે કોઈ ઉકેલ નહી લાવે અને શૈક્ષિક સંઘો પોતાની વાત પર અડગ રહેશે તો મૂલ્યાંકન કામગીરી અટકી જશે જેની સીધી અસર પરિણામ પર જોવા મળશે..