1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 13 ફેબ્રુઆરી 2021 (16:39 IST)

રાજકોટમાં ભાજપ દ્વારા અનોખો પ્રચાર, વોર્ડ નંબર 7 માં કાર્ટૂન સાથે ભાજપનો અનોખો પ્રચાર

ભાજપના કાર્યકર્તાઓ કાર્ટૂન નો વેશ ધારણ કરી કર્યો પ્રચાર
 
રાજકોટ મનપા ચૂંટણી ને હવે ગણતરીના દીવસો બાકી છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા પૂ જોશમાં પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે.. રાજકોટ વોર્ડ નંબર 7 માં ભાજપના ઉમેદવારો પદયાત્રા કરી રહ્યા છે આ સમયે ઉમેદવારો પોતાની સાથે તેમના સમર્થકો ને સાથે લઇ ને ઘર ઘર સુધી પહોંચી રહ્યા છે અને બીજી તરફ આ ઉમેદવારો તેમની સાથે કાર્ટૂન ના વેશમાં અનોખો પ્રચાર પ્રસાર પણ કરી રહ્યા છે.. વોર્ડ નંબર 7 માં કિસાનપરા વિસ્તારમાં પ્રચાર દરમિયાન ભાજપના ઉમેદવારો એ તેમના કાર્યકર્તા ને વેશ પલટો કરાવી કાર્ટૂન નો વેશ ધારણ કરાવ્યો હતો અને એ વેશ સાથે તેઓ મનોરંજન કરતા કરતા ઉમેદવારોના પ્રચારમાં સાથે જોડાયા હતા.. 
આગામી 21 ફેબ્રુઆરી ના રોજ રાજકોટ મનપાની ચૂંટણી નું મતદાન થવાનું છે અને 23 ફેબ્રુઆરી ના રોજ મત ગણતરી થવાની છે ત્યારે મતદારો ને રીઝવવા ઉમેદવારો એડી ચોંટી નું જોર લગાવી રહ્યા છે અને પ્રચારના જ્યારે 6 દિવસ બાકી છે માટે મતદારો ને રીઝવવા અવનવા નુષ્કા અપનાવી રહ્યા છે..