બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 22 ઑગસ્ટ 2023 (09:18 IST)

સરકારી બસમાં ડ્રગ્સની હેરાફેરી, ગીતા મંદિર પાસેથી 2 કિલો MD ડ્રગ્સ સાથે પેડલરની ધરપકડ

cocaine drugs
ST બસમાં ડ્રગ્સની હેરાફેરી ચાલતી હતી. કુલ બે કરોડની કિંમતનું 2 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યુ છે. વિગતો મુજબ ST બસમાં MD ડ્રગ્સની હેરાફેરી ચાલતી હતી જેને લઈ તપાસ હાથ ધરતા ગીતા મંદિર નજીકથી ડ્રગ્સ ઝડપાયું છે. 2 કિલો ડ્રગ્સ અંદાજે 2 કરોડની કિંમતનું હોવાનું જાણવા મળ્યું છે.
 
અમદાવાદમાં SOG ક્રાઈમે 2 કિલો MD ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે. ગીતા મંદિર નજીકથી MD ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. જેમા યુપીના એક પેડલરની ધરપકડ કરવામાં આવી છે.
 
આ ડ્રગ્સનો જથ્થો યુપીથી અમદાવાદમાં ડ્રગ્સની ડિલિવરી કરવા આવતા યુપીના પેડલરની ધરપકડ કરવામાં આવી છે. ST બસમાં ડ્રગ્સની હેરાફેરી ચાલતી હતી.