ગીરમાં સિંહ દર્શન માટે દિવસો પહેલા બુકિંગની ઝંઝટમાંથી મુક્તિ

સોમવાર, 8 જાન્યુઆરી 2018 (16:11 IST)

Widgets Magazine
gir park


એશિયાટિક સિંહ દર્શન માટે દુનિયાના એકમાત્ર સ્થળ ગીરમાં આવતા લોકોના ઉત્સાહ અને પ્રવાસીઓની સંખ્યાને જોતા વન વિભાગે એક મહત્વનો નિર્ણય લીધો છે. લાયન સફારી માટેના એડવાન્સ બુકિંગના નિયમોને હળવા કરવામાં આવ્યા છે.હવે, નવા નિયમ મુજબ પ્રવાસીઓ લાયન સફારી માટે 30 મિનિટ પહેલા પણ બુકિંગ કરાવી શકશે. જે હાલ 48 કલાક અથવા 2 દિવસ જેટલું અગાઉ કરાવવું પડતું હતું. આ કારણે ક્યારેક અચાનક ટ્રિપનો પ્લાન કરી પહોંચેલા લોકોને ઉદાસ ચહેરે પરત ફરવું પડતું હતું.

આ ઉપરાંત ટુરિસ્ટ્સના ફાયદા માટે વન વિભાગે વેઇટિંગ લિસ્ટનો પણ કોન્સેપ્ટ તૈયાર કર્યો છે. તેમજ વિઝિટની પરમિટ કેન્સલ કરાવવાનો સમયગાળો પણ 48 કલાકથી ઓછો કરીને 2 કલાક કરી દેવામાં આવ્યો છે. હાલ સાસણ પાસે આવેલ દેવળીયા સફારી પાર્કમાં સિંહ જોવા માટે તમે ઓનલાઇન પરમિટ બુક કરવી પડે છે. હવે ટુરિસ્ટ માત્ર 30 મિનિટ પહેલા વિઝિટ માટે બુકિંગ કરાવી શકશે. તેમજ પ્રવાસીઓના ફાયદા માટે અમે વેઇટિંગ લિસ્ટનો પણ કોન્સેપ્ટ તૈયાર કરી રહ્યા છીએ. વન વિભાગ દ્વારા વેઇટિંગ લિસ્ટમાં રહેલા મુસાફરોને SMS દ્વારા પરમિટ કન્ફર્મેશનની જાણકારી આપવામાં આવશે અને જો પરમિટ કન્ફર્મ નહીં થાય તો ફીની પૂર્ણ રકમ રીફન્ડ કરવામાં આવશેWidgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ગીરમાં સિંહ દર્શન બુકિંગની ઝંઝટ એશિયાટિક સિંહ દર્શન. એડવાન્સ બુકિંગ સાસણ પાસે આવેલ દેવળીયા સફારી પાર્ક

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ગાંડા વિકાસને ડાહ્યો કરવા રૂપાણી સરકારનો એક્શન પ્લાન

ધારાસભાની તાજેતરની ચૂંટણીમાં ગ્રામીણ ગુજરાતના નકશામાંથી લગભગ સાફ થયા બાદ ભાજપ સરકાર ...

news

ગુજરાત સરકારની ૩ વેબસાઇટ પર લીક થયો આધાર ડેટા

આધાર કાર્ડના ડેટાની સુરક્ષા પર પહેલાથી સવાલ ઉઠી રહ્યા છે. ત્યારે તાજેતરમાં મિનિસ્ટ્રી ઓફ ...

news

વડાપ્રધાન મોદી ફરીવાર ગુજરાત પ્રવાસે, 17મીએ અમદાવાદ અને સાબરકાંઠાની મુલાકાત લેશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ પ્રધાનોના શપથવિધિ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત ...

news

ગુજરાતને ભ્રષ્ટાચારથી મુક્તિ અપાવવા માટે લડતો રહીશ: પરેશ ધાનાણી

ગુજરાત વિધાનસભના વિપક્ષના નેતા તરીકે કૉંગ્રેસ દ્વારા પાટીદાર યુવા નેતા પરેશ ધાનાણીની ...

Widgets Magazine