સોમવાર, 20 ઑક્ટોબર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 31 જાન્યુઆરી 2018 (12:17 IST)

The Burning Bridge- અમદાવાદના સાબરમતી બ્રિજ પર ભીષણ આગ, રેલવે વ્યવહાર ખોરવાયો

અમદાવાદ
સાબરમતી રેલવે બ્રિજ પરથી પસાર થતા અન્ય કંપનીઓના કેબલમાં મંગળવારે સાંજે 6.30 વાગ્યે અચાનક આગ ફાટી નીકળી હતી. જો કે ફાયર બ્રિગેડની ટીમે 45 મિનિટની જહેમત બાદ આગ બુઝાવી દીધી હતી. બ્રિજ પર આગ લાગી ત્યારે દિલ્હી જતી આશ્રમ અેક્સપ્રેસ કાલુપુરથી નીકળી ગઈ હતી. જો કે ઘટનાની જાણ થતાં તાત્કાલિક વીજળીનો પુરવઠો અટકાવી આશ્રમ એક્સપ્રેસ સહિત 7 ટ્રેન અધવચ્ચે જ રોકી દેવામાં આવી હતી. સાંજે 7.30 વાગ્યે આશ્રમ એક્સપ્રેસને રવાના કરાયા પછી ટ્રેન વ્યવહાર શરૂ થયો હતો. આ ઘટનાની તપાસ માટે ડીઆરએમએ આદેશ આપ્યો છે.

આ ટ્રેન અધવચ્ચે અટકાવવાની ફરજ પડી
આશ્રમ એક્સપ્રેસ, અમદાવાદ - પાટણ ડેમૂ, બાડમેર એસી એક્સપ્રેસ, આલાહઝરત એક્સપ્રેસ, હમસફર એક્સપ્રેસ, જયપુર અમદાવાદ પેસન્જર, અરાવલી એક્સપ્રેસ.