બુધવાર, 3 સપ્ટેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 3 ફેબ્રુઆરી 2021 (09:11 IST)

અમદાવાદ: નવરંગપુરામાં સમોસાની દુકાનમાં લાગી આગ, 8 ને રેસ્ક્યૂ કરાયા

Fire in ahmedabad
આજે વહેલી સવારે અમદવાદના નવરંગપુરા સ્ટેડિયમ નજીક સમોસાની દુકાનમાં આગ ફાટી નિકળી હતી. અમદાવાદના પ્રખ્યાત મહારાજ સમોસાની દુકાનના ભોયરામાં આગ લાગતા આસપાસની દુકાનોમાં પણ આગ ફાટી નિકળી હતી. આગની ઘટના સર્જાતા 15 જેટલા ફાયર ફાયટર ઘતનાસ્થળે પહોંચી ગયા હતા અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ફાયરની ટીમે મહદઅંશે આગ પર કાબૂ મેળવી લીધો છે અને 8 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. 
પ્રાથમિક તબક્કે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે શોર્ટ કારણે આગ લાગી હોઇ શકે છે. એક દુકાનમાં આગ લાગતા આજુબાજુની કેટલીક દુકાનોમાં આગ પ્રસરી ગઈ હતી. જોતજોતામાં આગે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેથી ફાયર વિભાગને કોલ મળતા જ તાત્કાલિક 15 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગ દ્વારા કુલિંગની પ્રોસેસ હાથ ધરાઈ હતી. અને થોડી વારમાં જ આગ કાબૂમાં લેવાઈ હતી. 
 
ચીફ ફાયર ઓફિસ રાજેશ ભટ્ટે જણાવ્યું કે, જુદી જુદી કુલ 18 ગાડીઓએ આગ પર કાબૂ મેળવ્યો હતો. સમગ્ર બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, FSL ની તપાસ બાદ જ આગનું ચોક્કસ કારણ માલૂમ પડશે.