મંગળવાર, 26 ઑગસ્ટ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 15 નવેમ્બર 2022 (14:17 IST)

Kutch news- કચ્છમાં કૅનાલમાં ડૂબી જતાં પાંચનાં મોત

Kutch news
કચ્છના ગુંદાળામાં ખેતમજૂરી કરતા શ્રમજીવી પરિવારના પાંચ સભ્યો કૅનાલમાં ડૂબી જવાથી મૃત્યુ પામ્યા છે.
 
કચ્છ પોલીસે તમામના મૃતદેહો બહાર કાઢ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
 
મૃતકોમાં ત્રણ મહિલા અને બે પુરુષનો સમાવેશ થાય છે.
 
કચ્છના એસપી (પશ્ચિમ) સૌરભસિંહે કહ્યું કે મુન્દ્રાના ગુંદાળા ગામમાં નર્મદા કૅનાલમાં નહાતી વખતે એક જ પરિવારના પાંચ સભ્યો ડૂબી ગયા હતા. પોલીસ દ્વારા હાલ ઘટનાની 
 
તપાસ કરાઈ રહી છે.
 
પોલીસના જણાવ્યા અનુસાર પ્રથમ દૃષ્ટિએ આ આકસ્મિક ઘટના લાગે છે.
 
આ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કરતા શક્તિસિંહ ગોહિલે ટ્વીટ કરતા લખ્યું હતું કે, "કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના ગુંદાળા ગામના દેવીપૂજક પરિવારના પાંચ સભ્યો કૅનાલમાં 
 
પડી જવાથી મૃત્યુ પામ્યાના ખબરથી વ્યથિત છું."
 
"વડા પ્રધાન અને મુખ્ય મંત્રીને આ ગરીબ પરિવાર માટે તાત્કાલિક પૂરતી વળતરની વ્યવસ્થા કરવા વિનંતી. મૃતકના કુટુંબીજનો સાથે મારી સંવેદનાઓ છે."