ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated :અમદાવાદ , બુધવાર, 16 જાન્યુઆરી 2019 (17:41 IST)

Flower Show 2019 - સીએમ રૂપાણી દ્વારા લોકાર્પણ, પહેલીવાર 10 રૂપિયા ટીકિટ રખાઈ

કોર્પોરેશન દ્વારા આયોજિત ફલાવર શો આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી લોકો માટે ખુલ્લો મુકાયો. પહેલીવખત મુલાકાત લેનારા નાગરિકોને રૂા.10 એન્ટ્રી ફી આપવી પડશે. એલિસબ્રિજથી સરદારબ્રિજ વચ્ચેના 1.8 કિલોમીટરના 1.28 લાખ સ્કેવર મીટર એરીયામાં 7.50 લાખ રોપાનું પ્રદર્શન કરાયું છે.

શહેરમાં આટલા જ વૃક્ષ છે.પહેલીવાર ઉત્તરાયણ પછી માત્ર સાત દિવસ માટે શો યોજાશે. અત્યારસુધી દસ દિવસ માટે શો યોજાતો હતો અને પછી પણ નાગરિકોની ડિમાન્ડને લઈને દિવસો વધારવામાં આવતા હતા પરંતુ વાઈબ્રન્ટ સમિટના કારણે આ વખતે શોનું આયોજન ડીલે કરાયું છે.

22 તારીખ સુધી યોજાનારા આ શોમાં અંદાજે 15 લાખથી વધુ મુલાકાતીઓ ભાગ લેવાના હોવાનો દાવો મ્યુનિ.અધિકારીઓ દ્વારા વ્યકત કરાયો છે. ફલાવર શોમાં ખાણીપીણી માટે 50 જેટલા ફૂડ સ્ટોલ્સ ઊભા કરાયા છે. ઉપરાંત વર્ટિકલ ગાર્ડન બનાવવા માટે લોકો જાણકારી મેળવી શકે તે માટે દસ પધ્ધતિઓ બનાવવામાં આવી છે.

ફોટોગ્રાફી માટે 3 સેલ્ફી પોઈન્ટ છે.બુધવારે સવારે લોકાર્પણ થયા બાદ બપોરે બે વાગ્યાથી લોકો સાંજના નવ વાગ્યા સુધી ફલાવર શોની મુલાકાત લઈ શકશે. 17મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવી વીએસ હોસ્પિટલનું લોકાર્પણ કરવા આવવાના હોવાથી માત્ર સવારે 10 થી 12 વાગ્યા સુધી જ ફલાવર શો ચાલુ રહેશે. આ સિવાયના કોઈ પણ સમયગાળામાં નાગરિકોને એન્ટ્રી મળી શકશે નહીં. 18મીથી સવારે 10થી રાત્રિના 9 વાગ્યા સુધી લોકો જઈ શકશે.