ગાંધીનગર રેલવે સ્ટેશન પર બની 300 રૂમવાળી 5 સ્ટાર હોટલ, જાણો ખાસિયતો અને સુવિધાઓ
ગુજરાતના ગાંધીનગરમાં એવું રેલવે સ્ટેશન બન્યું છે જેવું હજુ સુધી દેશમાં ક્યાં બન્યું નથી. આ રેલવે સ્ટેશનમાં ઘણી આધુનિક સુવિધાઓ છે. અહીં અલગથી પ્રાર્થના રૂમ અને બેબી ફિડિંગ રૂમ બનાવવામાં આવ્યા છે.
આધુનિક સુવિધાઓ સાથે જ પ્રાથમિક સારવાર માટે એક નાનકડી હોસ્પિટલ બનાવવામાં આવી છે. સૌથી ખાસ વાત એ છે કે રેલવે સ્ટેશન ફાઇવ સ્ટાર હોટલ નીચે બન્યું છે. ફાઇવ સ્ટાર હોટલમાં પહોંચવા માટે સ્ટેશનની અંદરથી જ એક ગેટ તૈયાર કરવામાં આવ્યો છે.
સ્ટેશનની અંદર બનેલા આ ગેટની મદદથી મુસાફરો ટ્રેનથી ઉતરીને સીધા હોટલમાં પહોંચી શકશે. ફાઇવ સ્ટાર બિલ્ડિંગની નીચે મુખ્ય પ્રવેશ દ્વાર પાસે ટિકિટ વિંડો પાસે જ લિફ્ટ અને એસ્કાલેટર લગાવવામાં આવ્યું છે. જેથી લોકોને પ્લેટફોર્મ સુધી પહોંચવામાં કોઇ સમસ્યા નહી થાય.
સ્ટેશન પરિસર પર બનેલી નવી બિલ્ડિંગમાં એન્ટ્રી ગેટ, બુકિંગ, લિફ્ટ એસ્કલેટર, બુલ સ્ટોલ, ખાણીપીણીના સ્ટોલ સહિત તમામ સુવિધાઓ છે. તો બીજી તરફ અહીં બનેલી દિવાલો પર ગુજરાતના અલગ-અલગ મોન્યુમેન્ટ તસવીર પણ બનાવી છે. જેમાં રેલવે સ્ટેશનની અંદર બનેલી અયોધ્યા રામ મંદિરની તસવીર લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરે છે.
રેલવે સ્ટેશનની ઉપરની સાઇડ પર 300 રૂમની એક ફાઇવ સ્ટાર હોટલ બનાવવામાં આવી છે, જે હોટલ લીલા ગ્રુપ દ્વારા ચલાવવામાં આવશે. ગાંધીનગર રેલવે સ્ટેશન પર બનેલી આ ફાઇવ સ્ટાર હોટલની ખાસ વાત એ છે કે આ ગાંધીનગરની સૌથી ઉંચી બિલ્ડિંગ છે.
આ બિલ્ડિંગથી લોકો આખા ગાંધીનગર, મહાત્મા મંદિર અને વિધાનસભાને એક જ લાઇનમાં જોઇ શકશે. અહીંથી મહાત્મા મંદિર અને દાંડી કુટીર ચાલતા જઇ શકે છે. ભારતીય રેલવેને નવું રૂપ આપવાના પીએમ મોદીના વિઝનની શરૂઆત ગુજરાતના ગાંધીનગર રેલવે સ્ટેશનથી થઇ છે.
આ રેલવે સ્ટેશન પર બનેલી 5 સ્ટાર હોટલથી લોકોને ફાયદો થશે. આગામી દિવસોમાં લોકોને હોટલ માટે પરેશાની વેઠવી નહી પડે.
રેલવે બોર્ડના અધ્યક્ષ વીકે યાદવે કહ્યું કે આ એક અનોખુ મોડલ છે, ડિઝાઇન એ પ્રકારે બનાવવામાં આવી છે કે નીચેના પાટા પર ટ્રેનો વડે કોઇ ધ્રૂજારી અથવા ઘોંઘાટ હોટલમાં સંભળાયો નથી. તેમણે કહ્યું કે 'ભારતમાં ગાંધીનગર પહેલું રેલવે સ્ટેશન હશે જ્યાં પાટાની ઉપર 5 સ્ટેશન હોટલની સુવિધા હશે. તમને જણાવી દઇએ કે ડિસેમ્બર 2020 માં બનાવીને તૈયાર થવાની છે. પરંતુ કોરોના વાયરસના કારણે રિનોવેશનમાં મોડું થઇ ગયું છે.