શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 29 સપ્ટેમ્બર 2020 (11:20 IST)

જાપાનની પધ્ધતિથી ઘુંટણના વાના દુખાવાની સારવાર ગુજરાતમાં હવે શક્ય બનશે

ઘુંટણનાં સાંધાનો વા કે જેને ઓસ્ટીઓ આર્થાઈટ્રીસ તરીકે આપણે જાણીએ છીએ તેની સારવાર ઓપરેશન વગર ગુજરાતમાં અને ખાસ તો અમદાવાદમાં શક્ય બનશે. જાપાનમાં વર્ષ ૨૦૧૪માં શરૂ થયેલી જેનીક્યુલર આર્ટરી એમ્બોલાઈઝેશન (જેએઈ) પધ્ધતિથી ઓપરેશન વગર જ સારવાર શક્ય બનશે. ઘુંટણનાં સાંધાના વાને કારણે ઘૂટણમાં દુખાવા થાય છે. તેના મુખ્ય લક્ષણોમાં સવારે ઉઠીએ એટલે ઘુંટણ જકડાઈ જાય, બેઠા હોઈએ અને ઉભા થવા જઈએ તો ઘુંટણમાં દુખે, ચાલતા ચાલતા અને સતત ઉભા રહેવાથી ઘુંટણથી ઘુંટણમાં દુખાવો થાય અને આરામ કરીએ એટલે દુખાવો મટી જાય. 
 
ઘુંટણનાં સાંધાના વાની શરૂઆતનાં સમયમાં દુખાવાની દવાઓ અને કસરતથી સારવાર શક્ય છે. અમુક સમય પછી તો દુખાવાની દવા લેવાથી પણ ફરક પડતો નથી. આથી દર્દીઓના ઘુંટણે ઘુટણનો સાંધો બદલાવાની ઓપરેશનનાં વિકલ્પ અગ્રિમતા આપવી પડે છે. જાપાનમાં ડો. યોકુનોએ વર્ષ ૨૦૧૪નાં સૌ પ્રથમવાર એક પ્રયોગ કર્યો તેમાં તેમણે ઘુંટણના જે ભાગમાં દુખાવો જોવા મળે તેની પાસેથી પસાર થતી લોહીની નળીમાં એન્જિયોગ્રાફી કરીને તેને નાના નાના પાર્ટીકલ થી બંધ કરી. તેમના પરીક્ષણમાં જણાયું કે દર્દીઓનો લગભગ ૭૦થી ૮૦ ટકા દુખાવો ગાયબ થયો હતો. 
 
ડો. યોકુનોની આ પધ્ધતિને જેનીક્યુલર આર્ટરી એમ્બોલાઈઝેશન કહેવામાં આવે છે. આ પધ્ધતિ આધુનિક છે. તેમાં કોઈ ટાંકા આવતા નથી અને દર્દી તેજ દિવસથી પોતાના પ્રવૃતિ શરૂ કરી શકે છે. જાપાનમાં વર્ષ ૨૦૧૪માં શરૂ થયેલી આ નવી ટેકનિકને અમેરિકા અને પશ્ચિમનાં દેશોમાં વ્યાપક સ્વીકૃતિ મળી રહી છે. જેએઈની સારવાર ઈન્ટરવેન્શલ રેડિયોલોજીસ્ટન (આઈઆર) દ્વારા થાય છે. 
 
ભારતમાં અને ગુજરાતમાં અમદાવાદમાં ડો. મોહલ બેન્કર દ્વારા જેએઈની સારવારનો આરંભ કરવામાં આવ્યો છે. જેએઈ અંગે વધુ માહિતી આપતા ડો. મોહલ બેન્કર એ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે ૩૦થી ૯૦ વર્ષની વયની વ્યક્તિમાં આ પધ્ધતિથી સારવાર શક્ય બને છે. તીવ્ર ઘુંટણના દુખાવામાં જેએઈ સારવાર શક્ય બને છે. તેમણે વધુમાં જણાવ્યું  હતું કે ધુમ્રપાનનો ઈતિહાસ કે એડવાન્સ્ડ ઘુંટણને વા ધરાવતી વ્યક્તિનાં કિસ્સામાં આ પ્રકારની સારવાર શક્ય બનતી નથી. જેએઈ સારવારમાં ૪૫ થી ૯૦ મિનિટનો સમય લાગે છે અને દર્દી તરત જ પોતાના ઘરે જઈ શકે છે. આ સારવારમાં ઓપરેશનની જરૂર પડતી નથી.