બુધવાર, 3 સપ્ટેમ્બર 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 24 મે 2023 (15:49 IST)

Jamnagar News - 2000ની નોટ આપી 2100ની કરો ખરીદી

Jamnagar News
ભારતીય રિઝર્વ બેંક (RBI) એ 2000 રૂપિયાની નોટો પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. શુક્રવારે મોડી સાંજે તે અંગે મોટી જાહેરાત કરવામાં આવી હતી. RBIએ કહ્યું કે, આ નિર્ણય 'ક્લીન નોટ પોલિસી' હેઠળ લેવામાં આવ્યો છે. આ જાહેરાત બાદથી દેશભરમાં હંગામાનું વાતાવરણ છે. RBIનો 2000 રૂપિયાની નોટ બંધ કરવાના નિર્ણય બાદ દેશની તમામબેંકોમાં નોટ જમા કરાવવા અને બદલવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. લોકો 2000 રૂપિયાની
નોટ વટાવવા અનેક તરકીબો અજમાવી રહ્યા છે. 
 
આ દરમિયાન જામનગરના એક દુકાનદારે 2000ની નોટ સ્વીકારવા નવો આઈડિયા લાવ્યા છે. જે મુજબ 2000ની નોટ આપી 2000ની નમકીન અને મીઠાઈ ખરીદનારને 100 રૂપિયાની વધારે વસ્તુ આપવામાં આવશે. એટલે કેદુકાનદાર 2000 ની નોટ સામે 2100 ની વસ્તુઓ આપશે. જામનગરના જાણીતા શીખંડ સમ્રાટ મીઠાઈવાળાએ આ જાહેરાત કરી છે