અમદાવાદમાંથી બોમ્બ મળી આવતા ભયનો માહોલ, પોલીસે ગુડ્ડુ નામના શખ્સની ધરપક્ડ કરી

શુક્રવાર, 13 જુલાઈ 2018 (11:47 IST)

Widgets Magazine

અમદાવાદમાંથી મોટા પ્રમાણમાં વિસ્ફોટક સામગ્રી મળી આવતા ચારે બાજુ સર્જાયો છે.  બીજી બાજુ રથયાત્રાના એક દિવસ આડે જ બોમ્બની સામગ્રી મળી આવતા પોલીસ સફાળી થઈ છે.  ઉલ્લેખનીય છે કે  ગોમતીપુરના એક કુખ્યાત બુટલેગર શફીક સંધી ઉર્ફે ગુડ્ડુ હવાલદારના ઘરે મોટા પ્રમાણમાં વિસ્ફોટક સામગ્રી એકત્ર કરવામાં આવી હોવાની પોલીસની માહિતી મળી હતી. જેના આધારે ગોમતીપુર અને રખિયાલ પોલીસની ACP અને PI સહિતની ટીમે રેડ કરી હતી. પોલીસે ગોમતીપુર ટોલનાકા નજીકના શફીક સંધીના ઘરે રાત્રે  પોલીસને 32 બોર ની પિસ્તોલ, 4 સુતળી બૉમ્બ, 10 પાઈપ બૉમ્બ, 5 કાચની બોટલ અને 1 લીટર કેરોસીન મળી આવ્યું છે. પોલીસે ગુડ્ડુ નામના શખ્સની ધરપકડ પણ કરી છે.
 
જોકે આ હથિયારોના ઉપયોગને લઈને કોઈ જ માહિતી હજી સુધી બહાર આવી નથી. આ ઘટનાના પગલે શહેરની ક્રાઈમ બ્રાન્ચ સહિત તમામ ઉચ્ચ અધિકારીઓના કાન ખડા કરી દીધા છે. જગન્નાથયાત્રામાં તૈનાત 25000થી વધારે પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે ત્યારે જ આ ઘટના બનતા આખા પોલીસ બેડા ખળભળાટ મચી જવા પામ્યો છે. ઘટનાના પગલે પોલીસ અધિકારીઓએ વધુ તપાસ હાથ ધરી છે.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

વિરાટની હાફસેંચુરી અને ટીમની જીત પર આવુ હતુ અનુષ્કાનુ રિએક્શન - VIDEO

ભારત અને ઈગ્લેંડ વચ્ચે ત્રણ મેચોની શ્રેણીની પ્રથમ વનડે ગુરૂવારના નોર્ટિઘમના ટ્રેંટ બ્રિજ ...

news

Top 10 Gujarat Samachar - દક્ષિણ ગુજરાતમાં સતત વર્ષાથી નદીઓ ઉભરાઈ

Gujarat Samachar - દક્ષિણ ગુજરાતમાં સતત વર્ષાથી નદીઓ ઉભરાઈ

news

આગરામાં માણસે કર્યું મૌતનો "ફેસબુક લાઈવ" મિત્રોએ બચાવવાના પ્રયાસ કર્યા પણ..

ઉત્તર પ્રદેશના એક 24 વર્ષના માણસએ સેનામાં નોકરી ન મળવાથી પરેશાન થઈને ફાંસી લગાવીને ...

news

સૂર્ય ગ્રહણ 2018 - આ ઉપાયો કરવાથી મળશે ફાયદો

વર્ષ 2018નુ બીજુ સૂર્ય ગ્રહણ આવતીકાલે પડશે. ઉલ્લેખનીય છે કે સૂર્યગ્રહણના 12 કલાક પહેલા ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine