શુક્રવાર, 5 સપ્ટેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 23 ડિસેમ્બર 2021 (23:39 IST)

Gujarat Corona Update - રાજયમાં આજે કોવિડ-19ના 111 કેસ નોંધાયા

Gujarat Corona Update
રાજ્યમાં 179 દિવસ બાદ પહેલીવાર ત્રિપલ ફિગરમાં નવા કેસ નોંધાયા. રાજય ભરમાં 78 દર્દીઓ સાજા થયેલ છે. રાજયમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસો ના લીધે 8,18,129 દદીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે રાજયનો રીકવરી રેટ 98.70 ટકા થયો છે. રાજ્યમાં કોવવડ-19  ના 111 દદીઓ નોંધાયા છે અને બે મરણ નોંધાયેલ છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 30 કેસ નોંધાયા છે જેમાથી હાલમાં 25 લોકો સારવાર હેઠળ છે જ્યારે 5ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં ઓમિક્રોનના લીધે એકપણ મોત નોંધાયું નથી.
 
રાજ્યમાં સતત ચાર દિવસથી કોરોનાથી મોત નોંધાયા છે. આજે આણંદ અને જામનગર શહેરમાં કોરોનાથી 1-1 દર્દીનું મોત થયું છે. અગાઉ 10મી ડિસેમ્બરે રાજ્યમાં 3 દર્દીનાં મોત નોઁધાયા હતા. 20 સપ્ટેમ્બરે પહેલી અને બીજી લહેરના સૌથી ઓછા 8 કેસ નોંધાયા હતા. રાજ્યમાં ઓક્ટોબર મહિનામાં કોરોનાથી કુલ 7 અને નવેમ્બરમાં 5 દર્દીના મોત નોંધાયા હતા. અગાઉ રાજ્યમાં 16 સપ્ટેમ્બર સુધી સતત 50 દિવસ સુધી ડબલ ડિજિટમાં ક્યાંય કેસ નોંધાયા ન હતા