1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 1 મે 2019 (12:23 IST)

ગુજરાત સ્થાપના દિવસે રાજ્યના ૬૦ શ્રેષ્ઠીઓને ‘ગુજરાત ગૌરવ રત્ન એવોર્ડ’ અપાશે

પહેલી મેના દિવસને ગુજરાતનો સ્થાપના દિવસ તરીકે ઉજવવામાં આવે છે.  આ દિવસે ગુજરાત રાજ્યના 60 શ્રેષ્ઠીઓને ‘ગુજરાત ગૌરવ રત્ન એવોર્ડ’ આપવાનું ગુજરાત સરકારે નક્કી કહ્યું છે. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે બિહાર હાઇકોર્ટના પૂર્વ મુખ્ય નાયમૂર્તિ ડો. જે.એન. ભટ્ટ તથા પોલીસ મહાનિદેશક શિવાનંદ ઝા, દ્રારકેશલાલજી મહારાજ તથા કર્નલ કિરીટ જોષીપુરાના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવશે. આ કાર્યક્રમ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન સ્થિત જે.બી. ઓડિટોરીયમ હોલમાં યોજવામાં આવશે.
આ કાર્યક્રમમાં જાણીતા ઉદ્યોગપતિ અને કેડીલા હેલ્થકેરના ચેરમેન પંકજ પટેલ, જાણીતા ફિલ્મ નાટકના કલાકાર સિધ્ધાર્થ રાંદેરિયા, ગઝલકાર મનહર ઉધાસ, નૃત્યકાર કુમુદીની લાખીયા, સાંઇરામ દવે, તારક મહેતાકા ઉલ્ટા ચશ્માના કલાકાર નેહા મહેતા તથા એન્ટરપ્રાઈઝિંગ ઇન્ડિયનના  યુવા ફાઉન્ડર ભાવેશ ઉપાધ્યાયને  ‘ગુજરાત ગૌરવ રત્ન’ એવોર્ડથી સન્માનવામાં આવશે. આ ઉપરાંત ડૉ. તેજસ પટેલ, વિઠ્ઠલદાસ બી. ઉકાણી, ડૉ. સુધિર શાહ, ચેતન તપાડીઆ, ડૉ. બી.વી.દોશી, હેમુ ગાંધી, ડૉ. અનિલ ગુપ્તા, ઝવેરીલાલ મહેતા, ડૉ. વિષ્ણુ પંડ્યા, નારાયણભાઇ કણજરીયા, શ્રીમતી સ્મિતા શાસ્ત્રી, ડૉ. રૂપેશ વસાણી, રત્ના આલા, ગુરુજી જી. નારાયણા, જીતેન્દ્રસિંગ ચૌહાણ, સંજય ઓઝા, મુખ્તાર શાહ, અરવિંદ વેગડા, બંકિમ પાઠક, પ્રફુલ દવે, ભાગવદ રૂષિ, કવિ રાજેન્દ્ર શુક્લ, યોગેશ ભાવસાર, એન.કે.પટેલ, ગીરીશ દાણી, અનુષ્કા પરીખ, ડૉ. રાજીવ શાહ, ડૉ. અલ્કા બેંકર, ડૉ. મનીષ બેંકર, શરદ ખાંડેકર, સુધિર ખાંડેકર, ભીખુદાન ગઢવી, શાહબુદીન રાઠોડ, ડૉ. ઉર્મન ધ્રુવ, યજ્ઞેશ પંડ્યા, ડૉ. રાજેન્દ્ર શાહ, સુરેશ પટેલ, આશિષ શેઠ, ઉમંગ ઠક્કર, રાજ મોહન મોદી, યોગેશ હીંગોરાની,  ડાહ્યાભાઇ કરુણાશંકર શાસ્ત્રી, ગેનાભાઇ પટેલ, મુક્તા પી. ડગલી, જોરાવરસિંહ ડી. જાદવ, કનુભાઇ ટેલર, ડૉ. રઘુવીર ચૌધરી, યુસુફ કાપડિયા, દેવેન્દ્ર પટેલ, ડૉ. પ્રવિણ દરજી, હરીશ ભીમાણી, માધવ રામાનુજ, રજની જી. પટેલને  ‘ગુજરાત ગૌરવ રત્ન’ એવોર્ડ અર્પણ કરવામાં આવશે.