ભર ઉનાળે ગુજરાતમાં દુષ્કાળની સ્થિતિ - વિકાસના દાવાઓ વચ્ચે ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ અસર
રાજ્યમાં ભરયંકર દુષ્કાળની સ્થિતિ વચ્ચે સરદાર સરોવર ડેમમાં પણ તળીયું દેખાતા ખેડૂતોને ઉનાળુ પાક માટે સિંચાઇનું પાણી બંધ કરવામાં આવ્યું. આ સાથે જ ખેડૂતો હવે પાણીનો એક માત્ર આધાર ભૂગર્ભ જળ તરફ વળ્યા છે પરંતુ આ દિશમાં પણ ચિત્ર એટલું જ ડરાવનું છે. રાજ્યના ભૂગર્ભ જળમાં સતત ચિંતાજનક ઘટાડો થઈ રહ્યો છે. જેના પગલે સરવાળે આ વિકલ્પ આર્થિક રીતે પણ મોંઘો પડી રહ્યો છે. રાજ્યમાં સરકાર અથવા તો સામાન્ય લોકો દ્વારા ભૂગર્ભ જળની સપાટી વધે તે માટે કોઈ ખાસ પ્રયાસો થતા નથી. જેના કારણે પાણીનો અખૂટ કહેવાતો આ સ્ત્રોત પણ હવે મૃતપાય સ્થિતિમાં છે.અનેક નિષ્ણાંતોએ આ અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, રાજ્યમાં ઘણી એવી જગ્યા છે જ્યાં આવેલ પાણીનો સ્ત્રોત છેલ્લા હજારો વર્ષોથી લોકોની તરસ છીપાવતો હતો પરંતુ જો હવે તેને જીવંત કરવાના ગંભીર અને યથાર્થ પ્રયાસો નહીં કરવામાં આવે તો આગળની પેઢીને હવે અહીંથી પાણી મળવું બિલકુલ બંધ જ થઈ જશે.આ સર્વે અભ્યાસ દ્વારા જાણવા મળ્યું કે રાજ્યમાં જ્યાં ભૂગર્ભ જળની સૌથી વધુ ખરાબ સ્થિતિ છે તેવા વિસ્તારમાં બનાસકાંઠા, પાટણનો ઉત્તર તરફનો વિસ્તાર, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદનો સમાવેશ થાય છે. તો આ સાથે જ એવા વિસ્તાર કે જ્યાં 35થી 125 મીટર સુધી માટી ઓછી અને રેતી તથા પથરાળ જમીન છે. અહીં પણ ભૂગર્ભ જળનું લેવલ ખૂબ મહત્વપૂર્ણ છે.