પદ્માવત વિરોધ: ઉત્તર ગુજરાતમાં એસટી સેવાઓ બંધ, મુસાફરોને હાલાકી

ગુરુવાર, 25 જાન્યુઆરી 2018 (13:47 IST)

Widgets Magazine
padmavat gujarat


પદ્માવત ફિલ્મના વિરોધમાં આજે ગુજરાતમાં બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું હતું. જોકે, રાજ્યમાં પદ્માવત ફિલ્મને થિયેટરોમાં નહીં દર્શાવવાના થિયેટર માલિકોના નિર્ણય બાદ ૨૫મીના ગુરુવારના બંધના એલાનને રાજપૂત-ક્ષત્રિય સમાજ દ્વારા પાછું ખેંચાયું હોવાનું સરકાર કહી રહી છે. પરંતુ બંધની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે. ઘણા હાઈવે પર ચક્કાજામ કરી દેવામાં આવતા વાહનોની લાંબી લાઈનો જોવા મળી રહી છે.
padmavat gujarat

સવારથી જ વાવોલમાં સજ્જડ બંધ હતો. આ ઉપરાંત માણાવદરમાં પણ સજ્જડ બંધ જોવા મળ્યો હતો. ભાવનગર-અમદાવાદ માર્ગ પીપળી નજીક રોકી દેવામાં આવ્યો હતો. જેના કારણે વાહનોની લાંબી લાઈન લાગી હતી. જોકે, તકેદારીના ભાગરૂપે પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ઉત્તર ગુજરાતમાં એસટીની બસ સેવા બંધ કરી દેવામાં આવી છે. મુસાફરો અને બસની સલામતીને ધ્યાનમાં રાખીને એસટી વિભાગે બસો બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. તેથી ઉત્તર ગુજરાતના મહેસાણા, પાલનપુર અને હિંમતનગરની બંને તરફની બસ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.  પીપાવાવ-રાજુલા સ્ટેટ હાઈવે પર ગ્રામજનો દ્વારા ફિલ્મનો વિરોધ કરવામાં આવ્યો હતો. તેમણે ટાયરો સળગાવીને રસ્તા પર મૂકી દેતા વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો.  પોલીસ મહાનિર્દેશક પ્રમોદ કુમારે કહ્યું હતું કે, તોફાની તત્વો સામે ૫૪ ગુના નોંધાયા છે. ૧૧૮ આરોપીઓની ધરપકડ કરાઈ છે. પોલીસ વીડિયોગ્રાફીને ફુટેજ અને સીસીટીવીના દશ્યો મુજબ, તોફાનીઓ સુધી પહોંચી રહી છે. ૩૦૦થી વધુ લોકોને ડીટોઈન કરી લેવાયા છે.
 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

કાલુપુર રેલવે સ્ટેશન પર ₹5માં મળશે સેનિટરી નેપકિન

વેરસ્ટર્ન રેલવેના અમદાવાદ ડિવીઝન દ્વારા કાલુપુર રેલવે સ્ટેશનના મહિલાઓના વેઈટિંગ રુમમાં ...

news

Photos - ગુજરાતમાં બંધને મિશ્ર પ્રતિસાદ, એકલ દોકલ બનાવો વચ્ચે સંપૂર્ણ શાંતિમય વાતાવરણ

સંજય લીલા ભણસાલી અને વાયાકોમ 18 મોશનની પદ્માવત આજે દેશમાં રીલિઝ થઈ છે. ફિલ્મ રીલિઝને પગલે ...

news

પદ્માવત રિલીઝ - ગુજરાત-MP સહિત પાંચ રાજ્યોમાં નહી જોવા મળે ફિલ્મ, ગુડગાવમાં શાળા બંધ

સુરક્ષા કારણોસર સિનેમા અને મલ્ટીપ્લેક્સ માલિકોએ ગુજરાતમાં પદ્માવત ફિલ્મ રજુ ન કરવાનો ...

news

સુરતમાં પદ્માવત ફિલ્મના વિરોધમાં કરણી સેનાના કાર્યકરો ઉતર્યા ધરણા પર

ફિલ્મ પદ્માવતને લઈને ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં છે. ત્યારે સુરતમાં કરણી સેના ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine