ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 26 મે 2022 (18:42 IST)

ગુજરાત હાઇકોર્ટે રામનવમી સાંપ્રદાયિક હિંસાના આરોપીની જામીન અરજી નકારી કાઢી

gujarat court
ગયા મહિને રામનવમીના દિવસે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં થયેલી કોમી અથડામણમાં આરોપીની રેગ્યુલર જામીન અરજી ગુજરાત હાઈકોર્ટે બુધવારે ફગાવી દીધી હતી. આરોપી પ્રકાશ પંડ્યા 10 એપ્રિલે ઉત્સવની ઉજવણી માટે કાઢવામાં આવેલા સરઘસનો ભાગ હતો અને કથિત રીતે સીસીટીવી કેમેરામાં હાથમાં તલવાર સાથે જોવા મળ્યો હતો. 
 
આ દરમિયાન શોભાયાત્રા પર હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે કોમી અથડામણ થઈ હતી. આ મામલે રમખાણ માટે એફઆઈઆર નોંધવામાં આવી હતી. ધ ઈન્ડિયન એક્સપ્રેસ અનુસાર, જસ્ટિસ સમીર દવેએ પંડ્યાની જામીન અરજી ફગાવી દીધી હતી અને કેસમાં ચાર્જશીટ દાખલ થયા બાદ અરજદારને કોર્ટનો સંપર્ક કરવાનો નિર્દેશ આપ્યો હતો.
 
અરજદારના વકીલે પોતાના અસીલનો બચાવ કરતા કહ્યું, 'મારા અસીલના હાથમાં તલવાર હતી. આ સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે, પરંતુ રામ નવમી અને ગુરુ નાનક જયંતિ જેવા પ્રસંગોએ શોભા યાત્રામાં લોકો આ શસ્ત્રો (તલવારો) પોતાની સાથે લઈ જાય છે." તેમણે દાવો કર્યો કે રામ નવમીના દિવસે શોભાયાત્રાની પોલીસ પરવાનગી સાથે નિકાળવામાં આવી હતી . પરંતુ રાજ્ય સત્તાવાળાઓ ઘટનાને સુરક્ષા આપવા સક્ષમ ન હતા.