ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 26 મે 2022 (18:03 IST)

ધોરણ 12માં બે વિષયમાં નાપાસ થતા વિદ્યાર્થીનીનો આપઘાત

suicide
નાંદોદ તાલુકાના વાવડી ગામે રહેતી વૃંદા પટેલે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 12 સાયન્સની રેગ્યુલર સ્ટુડન્ટ તરીકે પરીક્ષા આપી હતી. દરમિયાન તાજેતરમાં 12 સાયન્સનું રિઝલ્ટ જાહેર થતાં તે બે વિષયમાં નાપાસ થઈ હતી. જેથી તેણીને લાગી આવતા તેની એ ઘરે પંખા ઉપર ઓઢણીથી ફાંસો ખાઇ લીધો હતો. દરમિયાન બનાવની જાણ તેના પરિવારજનોને થતાં તુરંત જ વિદ્યાર્થીનીને સ્થાનિક સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર અપાવ્યા બાદ વધુ સારવાર માટે વડોદરા ખાનગી હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
 
આ બનાવથી પરિવામા ઘેરા શોકની લાગણી વ્યાપી ગઇ હતી અને રાજપીપળા પોલીસને આ બનાવની જાણ કરવામાં આવી હતી. પોલીસે કાયદેસરની કાર્યવાહીના ભાગરૂપે તેના મૃતદેહને વડોદરાની સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લાવવામા આવ્યો હતો. જ્યાં પોસ્ટમોર્ટમની કાર્યવાહી બાદ પરિવારને મૃતદેહ સોપવામાં આવ્યો હતો