સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 13 સપ્ટેમ્બર 2021 (13:42 IST)

CM Oath - નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ બપોરે 2.20 વાગ્યે શપથવિધિ

નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત થયા બાદ બપોરે 2.20 વાગ્યે ભૂપેન્દ્ર પટેલની મુખ્યમંત્રી તરીકેની શપથવિધિ બાદ અમિત શાહની હાજરીમાં મંત્રીમંડળની રચના અંગે કમલમમાં બેઠક મળશે.
 
આજે 13-09-2021ના પંચાંગ પર દૃષ્ટિ કરીએ તો નક્ષત્ર જયેષ્ઠા છે, તિથિ સુદ-સાતમ છે અને સોમવાર છે. આ તમામ રાજ્યાભિષેક કરવા માટે ઉત્તમ છે. ગ્રહોની સ્થિતિ પર નજર કરીએ તો સૂર્ય હાલ સિંહ, એટલે કે પોતાની સ્વગૃહી રાશિમાંથી પરિભ્રમણ કરી રહ્યો છે, જે રાજકારણ માટેનો કારક ગ્રહ છે. શનિ પણ પોતાની સ્વગૃહી રાશિ મકર રાશિમાંથી પરિભ્રમણ કરી રહ્યો છે. આ તમામ સ્થિતિ રાજકારણની દૃષ્ટિએ શુભ ગણી શકાય. 2.20 વાગ્યે ચલ ચોઘડિયું છે, જે સામાન્ય ગણવામાં આવે છે (ના શુભ ના અશુભ) અને 2.20એ ચન્દ્રની હોરા રહેશે, જે શુભ ગ્રહ ગણવામાં આવે છે, તેથી આજના દિવસે લીધેલા શપથ શુભ સાબિત થઈ શકે છે, પરંતુ ચંન્દ્ર 2.20 વાગ્યાની કુંડળીમાં બારમાં સ્થાને હોવાથી મુખ્યમંત્રીશ્રીને પડકારોનો સામનો કરવો પડી શકે છે.