શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 7 ફેબ્રુઆરી 2017 (12:58 IST)

કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત વિદેશી સ્કૂલના વિદ્યાર્થી અને શિક્ષકો ભારતની મુલાકાત લેશે

મહાત્મા ગાંધી ઈન્ટરનેશનલ સ્કૂલ ( અમદાવાદ) તથા લેસી ઈન્ટરનેશનલ સ્કૂલ ઓફ સેન્ટ જર્મન-એન-લે ( અમેરિકન સેક્શન, ફ્રાંસ) આગામી 4થી 7 ફેબ્રુઆરી દરમિયાન એજ્યુકેશન તથા કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામનું આયોજમન કર્યું છે. વર્ષ 2002થી દર વર્ષે મહાત્મા ગાંધી ઈન્ટરનેશનલ સ્કૂલ ઓફ સેન્ટ જર્મન એન લે ના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો ભારતની મુલાકાતે આવે છે. સ્ટુડન્ટ એજ્યુકેશન એક્સચેન્જ અને કલ્ચરલ પ્રોગ્રામનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓના શિક્ષણના અનુભવને નવી દિશા અને નવા વિચારો આપવાનો છે. અન્ય કલ્ચર અને અલગ પ્રકારે શિક્ષણ મેળવતા બાળકો સાથે મળીને તેમની શિક્ષણ પદ્ધતિનો અભ્યાસ કરી તેમના કલ્ચર વિશે માહિતી મેળવી વિદ્યાર્થીઓ એકબીજાના વિચારોની આપલે કરે છે અને તે વિદ્યાર્થીઓ તથા શિક્ષકોનો મજબૂત સંબંધ બને છે. આ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત લેસી ઈન્ટરનેશનલના 16-17 તથા 3-4 શિક્ષકોનું અભિવાદન મહાત્મા ગાંધી ઈન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો કરશે. આ ફ્રેન્ચ સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત લેસી ઈન્ટરનેશલના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો અમદાવાદની ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેશે. તેઓ 15 દિવસના મુકામ દરમિયાન ગુજરાતી કલા, વારસો, વૈભવને માણશે.