ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 13 ઑક્ટોબર 2017 (13:13 IST)

બોટ અને ડેકના ઠેકાણા નથીને ભાવનાગર-ઘોઘા વચ્ચે ઉતાવળે રો-રો ફેરીનું ઉદ્ઘાટન થશે

ગુજરાતમાં ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ભાજપ સરકાર  મતદારોને આકાર્ષવા માટે અનેક જાહેરાતો કરી રહી છે. વડાપ્રધાન મોદી આગામી 17 ઓક્ટોબરે ભાવનાગર-ઘોઘા વચ્ચે ઉતાવળે રો-રો ફેરીનું ઉદ્ઘાટન કરશે. તેટલું જ નહીં તેઓ એક પેસેન્જર બોટમાં બેસીને ઘોઘાથી દહેજ સુધીનો પ્રવાસ પણ ખેડશે. તેમજ ભાવનગર અને ભરુચ ખાતે તેઓ એક લાખથી વધુ લોકોની મેદનીને સંબોધીત કરશે. ભાજપને આ યોજનાથી સૌરાષ્ટ્રના ભાવનગર અને મધ્ય ગુજરાતના વિસ્તારમાં લાભ મળશે તેવી આશા છે.જોકે મહત્વની વાત તો એ છે કે કેટલાક ટેક્નિકલ પાસાઓના કારણે, ઘાઘા સાઇટ પર કામ પૂર્ણ થયું ન હોવાથી અને રો-રો ફેરી માટે જરુરી બોટ હજુ સુધી ઉપલબ્ધ ન થઈ હોવા છતા અધૂરા કામ વચ્ચે પણ ચૂંટણીલક્ષી આ યોજાનાનું ઉદ્ઘાટન કરી દેવામાં આવશે. આ માટે બે પેસેન્જર બોટને હાલના તબક્કે ઉપયોગ કરવામાં આવશે. જે સપ્તાહના અંત પહેલા ઘોઘા ખાતે પહોંચી જશે.