ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 11 ઑક્ટોબર 2021 (22:42 IST)

ગુજરાતના ધોલેરા સ્માર્ટ ગ્રીન સીટીમાં બની દેશની પ્રથમ આર્ટિફિશિયલ નદી, જાણો શું છે ખાસ

કહેવામાં આવે છે કે આગામી વિશ્વ યુદ્ધ દેશોના પાણીને લઇને હશે. ભારતમાં જળસ્ત્રોત સુકાતો જાય છે. ઘણા રાજ્યોમાં પાણીનું સંક્ટ ઉભું થયું છે. ઠેર ઠેર પાણીના તળાવ ખોદવા અને જળસ્ત્રોત બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આ દિશામાં ભારતની પ્રથમ કૃત્રિમ નદીનું નિર્માણ કરવામાં આવ્યું છે. દાવો કરવામાં આવ્યો છે કે આ દેશની પ્રથમ કૃત્રિમ નદી ગુજરાતના ધોલેરા ગ્રીનફીલ્ડ સ્માર્ટ સિટીમાં બનાવવામાં આવી છે. 
 
અંબરીશ પરાજિયાએ જણાવ્યું હતું કે દુનિયાને આશ્વર્યચકિત કરનાર આ કાર્ય વૈશ્વિક મહામારી દરમિયાન કરવામાં આવ્યું. ગુજરાતના ભાલ પ્રદેશથી જાણિતો છે તે સારી પેઠે જાણે છે કે આ વિસ્તારો વર્ષોથી મીઠા પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યો હોય છે. 
 
ગુજરાતન તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અરબ સાગરના કિનારે વસેલા ગુજરાતના સૌથી પછાત ક્ષેત્ર ધોલેરામાં વિશ્વની સૌથી મોટી ગ્રીન ફીલ્ડ સ્માર્ટ સિટીના નિર્માણનો પાયો રખ્યો હતો. અંબરિશ પરાજિયાએ જણાવ્યું હતું કે આ જગ્યા લગભગ 5000 વર્ષ પહેલાં ઇન્ટરનેશનલ પોર્ટ હતું. 
 
ધોલેરા 25 કિલોમીટરનો પ્રથમ ફેજ બનીને તૈયાર છે જ્યાં દુબઇ અને ચીનના શંઘાઇ શહેરની માફક આર્ટિફિશિયલ રીવર બનાવવામાં આવી છે જે લગભગ 10 કિમી લાંબી અને 100 મીટર પહોળી છે. આ નદી ઉપર 6 બ્રિજ છે અને નદીને અડીને લગભગ 5 કિલોમીટર લાંબો વર્ટિકલ મરીન ગાર્ડન પણ બનાવવામાં આવ્યો છે. 
 
અંબરીશ પરાજિયાએ જણાવ્યું કે આ નદીમાં જે પાણી ભર્યું છે તે આખા શહેર માટે આખુ વર્ષ ઉપયોગ થશે. એટલું જ નહી 50 વર્ષ સુધી અતિઆધુનિક અને જેને ક્યારેય ખોદવું ન પડે એવા 3 કરોડ 84 કિલોમીટર ક્ષેત્રફળના પ્લગ એન્ડ પ્લે ઇંફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે. અહીં સ્ટ્રોમ લાઇનની મોટી ટનલ પણ બનાવવામાં આવી છે જેમાં વરસાદનું પાણી ટનલની અંદર થઇ સીધું નદીમાં જશે. 
 
આખા વિશ્વમાં સૌથી વધુ એફિશિએન્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સિંગાપુરનું માનવામાં આવે છે જેમાં 7 ટકા વોટર લોસ થાય છે ધોલેરામાં બનાવવામાં આવેલા વોટર ટ્રીટમેન્ટ સિસ્ટમ 5 ટકા વોટર લોસની સાથે કામ કરશે જે આખા વિશ્વમાં સૌથી વધુ એફિશિએન્ટ હશે.