રૂપાણીએ બનાસકાંઠાના પુરગ્રસ્ત લોકોની મુલાકાત લીધી

સોમવાર, 31 જુલાઈ 2017 (15:08 IST)

Widgets Magazine
rupani


 રૂપાણીએ અતિવૃષ્‍ટિથી અસરગ્રસ્‍ત બનેલા બનાસકાંઠા જીલ્‍લાના કાંકરેજ તાલુકાના ખારીયા અને થરાની મુલાકાત લઇ મૃતકોના પરિવારજનો અને અસરગ્રસ્‍તોને મળી ખબરઅંતર પુછી મૃતકોને શ્રધ્‍ધાંજલિ અર્પણ કરી આપત્તિના આ કપરા સમયમાં સરકાર તેમની પડખે હોવાનો વિશ્વાસ આપ્‍યો હતો. ખારીયા પહોંચીને તેમણે બોટમાં બેસીને પરિસ્‍થિતીનું નિરીક્ષણ કર્યુ હતું.
vijay rupani

અસરગ્રસ્‍તો સાથેની મુલાકાતમાં મુખ્‍યમંત્રીશ્રીએ કહ્યું કે છેલ્‍લા સો વર્ષમાં ન જોયુ હોય તેવુ પૂરતાંડવ બનાસકાંઠામાં આ વર્ષે કમનસીબે આવ્‍યું હતું. તેમણે કહ્યું કે રાજય સરકારે અગમચેતીનાં પગલાઓ લઇ લોકોને સાવધ કર્યા હતા, તેમજ વિશાળ સંખ્‍યામાં લોકોનું સ્‍થળાંતર કરાવ્‍યું હતું પરિણામે મોટી દૂર્ઘટના નિવારી શકાઇ છે. મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું કે પૂરની પરિસ્‍થિતીમાં તાકીદે એન.ડી.આર.એફ., આર્મી, હેલીકોપ્‍ટરો, વહીવટીતંત્ર વગેરે દ્વારા યુધ્‍ધના ધોરણે રાહત અને બચાવની કામગીરી શરૂ કરવામાં આવી હતી
vijay rupani

જેનાથી ૮,૦૦૦ કરતાં વધુ લોકોને બચાવી શકાયા છે.  રૂપાણીએ કહ્યું કે અસરગ્રસ્‍તોને ઝડપથી સહાય આપવા અને જીલ્‍લામાં પૂર્વવત પરિસ્‍થિતીના નિર્માણ માટે હું અને સચિવશ્રીઓ  ૫ દિવસ બનાસકાંઠા અને પાટણ જીલ્‍લામાં રોકાણ કરીશું. તેમણે કહ્યું કે પૂરગ્રસ્‍ત વિસ્‍તારોમાં પૂર્વવત પરિસ્‍થિતીનું નિર્માણ કરવામાં જે ખર્ચ કરવો પડે તે કરવામાં કોઇ કચાશ રખાશે નહિં. તેમણે જણાવ્‍યું કે ગુજરાતનો સ્‍વભાવ છે કે આપત્તિનો મક્કમ મુકાબલો કરીને નવસર્જન કરવું. મુખ્‍યમંત્રીશ્રીએ કચ્‍છ જીલ્‍લામાં આવેલ ભૂકંપનો ઉલ્‍લેખ કરતાં કહ્યું કે ભૂકંપથી વિનાશ થયેલ કચ્‍છ જીલ્‍લો રાજય સરકારના વિરાટ પ્રયાસોથી અત્‍યારે વિકાસનું મોડેલ છે. વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે વડાપ્રધાન  મોદી પૂરગ્રસ્‍ત  વિસ્‍તારોની ચિંતા કરી સતત માહિતી મેળવી પૂર્વવત પરિસ્‍થિતીના નિર્માણ માટે માર્ગદર્શન આપતા રહે છે. તેમણે કહ્યું કે બનાસકાંઠા હતુ તેના કરતાં સવાયું બનાવવું છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

કોસ્ટગાર્ડે અરબી સમુદ્રમાંથી 1500 કિલો હેરોઈન લઈ જતા વિદેશી જહાજને ઝડપી પાડ્યું

ગુજરાતમાં પોરબંદરના દરિયા કિનારે ફરી એક વાર ભારતમાં સૌથી મોટા ૩૫૦૦ કરોડના ડ્રગ્સના ૧૫૦૦ ...

news

"મન કી બાત" માં બોલ્યા પીએમ મોદી, 1 મહીનામાં GSTનો દેશ પર સકારાત્મક અસર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશવાસીઓને મન કી બાત કાર્યક્રમ દ્વારા સંબોધી રહ્યાં છે. પીએમ ...

news

“ભાજપે કરોડોની ઓફર કરી”: રાજકોટમાં 9 કોંગી MLA અકબંધ

અસ્થિર જેવી બની ગયેલી કોંગ્રેસી નાવને તારવા માટે હવે હાથમાં બચેલા કોંગ્રેસી ધારસભ્યો પણ ...

news

ધારાસભ્યોને ખરીદવા કરોડોની ઓફર, કોંગ્રેસનો સાથ, ભાજપનો વિકાસ: વર્ષોથી ચાલતો સિલસિલો

રાજ્યમાં રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસને એક બેઠક પણ ન મળે તેવી મુરાદ સાથે ભાજપે ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine