સરકાર રીઝર્વેશન એક્ટની માંગણી સ્વીકારે - જિજ્ઞેશ મેવાણી

Last Modified બુધવાર, 31 જાન્યુઆરી 2018 (14:08 IST)
વડોદરાના દલિત સમાજ દ્વારા આયોજીત વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવા માટે આવેલા વડગામના ધારાસભ્ય અને યુવા નેતા જીગ્નેશ મેવાણીએ આજે સવારે સયાજીબાગ સ્થિત સંકલ્પ ભૂમિની મુલાકાત લીધી હતી. સંકલ્પ ભૂમિ ઉપર તેમણે સંકલ્પ કર્યો હતો કે, સરકાર દ્વારા સંકલ્પ ભૂમિની જગ્યા અને રીઝર્વેશન એક્ટ સહિત વિવિધ ન્યાયિક માંગણીઓ તારીખ 1 એપ્રિલ સુધીમાં નહિં સ્વીકારે તો ગુજરાતના મુખ્યમંત્રીને ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરવા દઇશું નહિં. મેવાણીએ વધુમાં જણાવ્યું હતું કે, દાયકાઓ પૂર્વે ડો. બાબા સાહેબ આંબેડકરે આ ભૂમિ ઉપર કચડાયેલા અને શોષિત વર્ગ ઉદ્ધાર માટે સંકલ્પ કર્યો હતો. આજે હું આ ભૂમિ ઉપરથી સંકલ્પ કરું છું. જ્યાં સુધી મારા શ્વાસ ચાલશે ત્યાં સુધી દલિત સહિત કચડાયેલા વર્ગ માટે લડતો રહીશ. અને વડોદરાની સંકલ્પ ભૂમિ માટેની જગ્યા માટે ગુજરાત વિધાન સભામાં રજૂઆત કરીશ. જમીન માટે આંદોલન કરી રહેલી વડોદરાના દલિત સમાજને મારો ટેકો છે. અમે વિશ્વામિત્રી રીવર ફ્રન્ટના નામે સંકલ્પ ભૂમીની જગ્યા જવા દઇશું નહિં. તેવો હુંકાર કર્યો હતો. જય ભીમના નારાથી ગુંજી ઉઠેલી સંકલ્પ ભૂમિમાં ઉપસ્થિત દલિત કાર્યકરોને સંબોધત ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ વધુમાં જણાવ્યું હતું કે, દેશના બંધારણની પ્રસ્તાવનામાં સમાનતાધારી વિચાર મુકવામાં આવ્યો છે. જે વિચારધારા માટે હું લડી રહ્યો છું. સંઘના વડા હેગડે કહે છે કે, દેશનું બંધારણ બદલવા આવ્યા છે. પરંતુ, હું દેશનું બંધારણ લાગુ કરવા આવ્યો છું. અમે લવ-જેહાદની વાત કરવા નહિં પરંતુ, ઇન્સાનીયતની વાત કરવા માટે લડી રહ્યા છે.આ પણ વાંચો :