પત્ર લેખન દ્વારા રુ. 5000 થી 50,000 જીતવાની તક
અમદાવાદ, ભારતીય ટપાલ વિભાગ દ્વારા “ઢાઈ આખર અખિલ ભારતીય પત્ર લેખન પ્રતિયોગિતા”નું આયોજન કરવામાં આવેલ છે. જેનો વિષય “મારી માતૃભૂમિને પત્ર” કે જે રવિન્દ્રનાથ ટાગોરની “”અમાર દેશર માટી” કૃતિ પરથી પ્રેરિત છે.
પત્ર અંગ્રેજી/હિન્દી/ગુજરાતીમાં ચીફ પોસ્ટમાસ્ટર જનરલને સરનામે લખી શકાશે. આ પત્ર એ-4 સાઈઝના કાગળ (વધુમાં વધુ 1000 શબ્દો) અથવા આંતરદેશીય કાર્ડ (વધુમાં વધુ 500 શબ્દો)માં લખી શકાશે. એ-4, સાઈઝના કાગળને ‘એમબોસ્ડ કવરમાં નાંખી પોસ્ટ કરવાના રહેશે.’
આ પત્રો “શ્રી ચીફ પોસ્ટમાસ્ટર જનરલ, ગુજરાત સર્કલ, ખાનપુર, અમદાવાદ-380001.”ના સરનામે તારીખ 30/09/2018 સુધીમાં પહોંચી જાય તે રીતે મોકલવાના રહેશે. જે માટે શહેરમાં નક્કી કરેલ પોસ્ટ ઓફિસમાં (નવરંગપુરા, રેવડી બજાર, મણિનગર, માણેકબાગ અને ગાંધી આશ્રમ) મુકેલ ખાસ ટપાલ પેટીમાં પોસ્ટ કરવાના રહેશે. ગામડાંના લોકો પોતાના ગામની શાખા પોસ્ટ ઓફિસમાં પોસ્ટ કરી શકે છે.
આ સ્પર્ધા બે કેટેગરીમાં ((1) 18 વર્ષ સુધીની ઉંમર માટે (2) 18 વર્ષથી ઉપરની ઉંમર માટે) રાખેલ છે. સ્પર્ધકોએ પત્રમાં લખવું કે, “હું પ્રમાણિત કરું છું કે હું 18 વર્ષ થી નીચે / ઉપર છું.”.
રાજ્ય સ્તર પર સર્વશ્રેષ્ઠ ત્રણ સ્પર્ધકોને અનુક્રમે રૂપિયા 25,000/-”, રૂપિયા 10.000/- અને રૂપિયા 5,000/- પુરસ્કાર આપવામાં આવશે તથા રાષ્ટ્રીય સ્તર પર સર્વશ્રેષ્ઠ ત્રણ સ્પર્ધકોને અનુક્રમે રૂપિયા 50,000/-, રૂપિયા 25,000/- અને રૂપિયા 10,000/- પુરસ્કાર આપવામાં આવશે.
વધુ વિગતો વિભાગની વેબસાઈટ https://www.indiapost.gov.in પર જાણી શકાશે.