બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 23 ઑગસ્ટ 2021 (13:49 IST)

હોલમાર્કિંલના મુદ્દે આજે ગુજરાતના સોની વેપારીઓ હડતાળ પર, કરોડોનો વેપાર ઠપ્પ

કેંદ્ર સરકાર તરફથી જ્વેલરી પર અનિવાર્ય હોલમાર્કિંગ અને એચયૂઆઇડી નંબરના વિરોધમાં દેશભરમાં જ્વેલર્સ 23 ઓગસ્ટના રોજ એક દિવસીય હડતાળ પર ઉતરી ગયા છે. આ હડતાળમાં ગુજરાતભરના તમામ સોની વેપારીઓ પણ સામેલ થશે. અખિલ ભારતીય રત્ન તથા આભૂષણ ઘરેલૂ પરિષદએ શુક્રવારે હડતાળની જાહેરાત કરી હતી. તે પ્રમાણે આજે દેશભરના સોની વેપારીઓ સાથે ગુજરાતના વેપારીઓ પણ આ હડતાળમાં સામેલ થશે. 
 
આ હડતાળમાં સુરત અને દક્ષિણ ગુજરાતના 2500 જ્વેલર જોડાતા 150 કરોડ કરોડના વેપાર પર અસર પડશે. કેંદ્ર સરકારની જ્વેલરી વેપારને પારદર્શે બનાવવા માટે જ્વેલરી હોલમાર્ક પર કરી દેવામાં આવ્યું છે. ત્યારબાદ હવે સરકાર ઇચ્છે છે કે બે ગ્રામથી વધુની જે પણ જ્વેલરીના વેચાણ પર એક એચયૂઆઇડી પણ દર્શાવવું પડશે. સરકારે પ્રથમ ફેઝના અમલ માટે 28 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 256 જિલ્લાની ઓળખ કરી છે. સોનાની હોલમાર્કિંગ કિંમતી ધાતુની પ્યોરિટનું સર્ટિફિકેશન આપે છે. આ અત્યાર સુધી સ્વૈચ્છિક રૂપથી કરવામાં આવતું હતું. 
 
દેશભરના જ્વેલર્સ તેનો વિરોધ કરી રહ્યા છે. જ્વેલર્સનું કહેવું છે કે સરકાર એચયૂઆઇડીના નિર્ણય બાદ બરબાર થઇ જશે અને તેનો કોઇ લાભ નથી. ઇન્ડીયન બુલિયન જ્વેલર્સ એસોસિએશનના સભ્ય નૈનેષ પચ્ચીગરે જણાવ્યું કે સરકાર ભલે કહે રહી હોય પરંતુ એચયૂઆઇડીથી સોનાની શુદ્ધતામાં સુધારો થશે, પરંતુ તેનાથી સોનાની ક્વોલિટી સાથે કોઇ સંબંધ નથી. સોનાના વેપાર નજર રાખવા માટે એક ટ્રેકિંગ વ્યવસ્થા ઉભી કરી છે. જ્વેલર્સના વેપાર નજર રાખી શકે છે. આ વ્યવસ્થાથી સમય બગડશે. 
 
બીજું સૌથી મોટું નુકસાન એ છે કે જો કોઇ ગ્રાહક સોનું પરત કરવા માંગે છે અને તેમાં કંઇ નવો ફેરફાર કરવા માગે છે તો પછી નવેસરથી જ્વેલરી બનાવીને એચયુઆઇડી જનરેટ કરવો પડશે.