શુક્રવાર, 1 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: કેવડિયા. , ગુરુવાર, 2 સપ્ટેમ્બર 2021 (14:02 IST)

Gujarat State BJP Meeting: કેવડિયામાં બોલ્યા રક્ષા મંત્રી રાજનાથ સિંહ - જનતાનો વિશ્વાસ જીતવો જ ભાજપાની જીતની મૂડી છે

રક્ષા મંત્રી રાજનાથ સિંહ (Defense Minister Rajnath Singh )એ કહ્યુ કે કોઈપણ વાતનો વિરોધ કરવાનો પર્યાય બની ગયા છે રાહુલ ગાંધી. કોંગ્રેસમા6 ટેલેંટ આયાત કરવુ પડે છે. જ્યારે કે ભારતીય જનતા પાર્ટીમાં ટેલેટની કમી નથી. ગુજરાતના કેવડિયા (Kevadiya)માં પ્રદેશ ભાજપાની કારોબારીની બેઠકમાં પોતાના સંબોધનમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યુ કે દેશમાં આતંકવાદની એક પણ ઘટના થઈ નથી. આ માટે ભારતના પ્રધાનમંત્રી મોદીના આભારી છે. 
 
ગુજરાત ભાજપના પ્રદેશ કારોબારીની બેઠક કેવડિયા કોલોની સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક નર્મદા ટેન્ટ સિટી-2માં ચાલી રહી છે. કારોબારી બેઠકમાં કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, સમગ્ર ભારતમાં આતંકવાદ નથી એ પીએમ મોદીને આભારી છે. થોડા સમયમાં હથિયાર ઉત્પાદનમાં પણ ભારત સ્વાવલંબી બનશે. બે વર્ષમાં ભારતે 17 હજાર કરોડની નિકાસ કરી છે.
 
સંગઠનના કાર્યકરોને માર્ગદર્શન આપવા માટે આવેલા કેન્દ્ર સરકારના મંત્રી મંડળના સદસ્યો પુરુષોત્તમ રૂપાલા, ભૂપેન્દ્ર યાદવ, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, સાંસદ સી. આર. પાટીલ સહિતના વરિષ્ઠ આગેવાનો સાથે જોડાયા હતા. સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષવા ચાલી રહેલા વિવિધ વિકાસ કામો તથા પ્રોજેક્ટ અંગે નેતાઓને માહિતગાર કરાયા હતા.


(image source - twitter)