શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 2 સપ્ટેમ્બર 2021 (11:39 IST)

રાજનાથ સિંહે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સરદાર સાહેબની પ્રતિમાને અર્પણ કરી પુષ્પાંજલિ

વિશ્વ પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પધારેલા કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ તથા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સરદાર પટેલની વિરાટ પ્રતિમા સમક્ષ શીશ ઝૂકાવીને સ્મરણાંજલિ અર્પણ કરી હતી. 
 
સંગઠનના કાર્યકરોને માર્ગદર્શન આપવા માટે આવેલા કેન્દ્ર સરકારના મંત્રી મંડળના સદસ્યો સર્વ પુરુષોત્તમ રૂપાલા, ભૂપેન્દ્ર યાદવ, રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, સાંસદ સી. આર. પાટીલ સહિતના વરિષ્ઠ આગેવાનો સાથે જોડાયા હતા. 
 
સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષવા ચાલી રહેલા વિવિધ વિકાસ કામો તથા પ્રોજેક્ટ અંગે મહાનુભાવોને માહિતગાર કરવામાં આવ્યા હતા.