શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 17 મે 2019 (13:33 IST)

Gujarat TAT 2019 - પરિણામ થયુ જાહેર, એક ક્લિકમાં આ રીતે કરો ડાઉનલોડ

Gujarat TAT 2019 રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB) ગુજરાત શિક્ષક યોગ્યતા પરીક્ષા (ટીએટી) 2019નુ પરિણામ જાહેર કરી દીધુ છે. પરીક્ષામાં સમ્મિલિત થયેલ વિદ્યાર્થી પોતાનુ પરિણામ સત્તાવાર વેબસાઈટ gujarat.education.gov.in અને tatresult.sebgujarat.com પર જોઈ શકે છે.  પરીક્ષા 27 જાન્યુઆરી 2019ના રોજ આયોજીત કરવામાં આવી હતી. જે રાજ્ય બોર્ડ સંચાલિત સંસ્થાનોમાં શિક્ષકોને નિમણૂક કરવા માટે એક પાત્રતા પરીક્ષા છે.  એ બધા વિદ્યાર્થી જેમને આ પરીક્ષામાં ભાગ લીધો છે. તેમને તરત સત્તાવાર વેબસાઈટ પર વિઝિટ કરી પોતાનુ પરિણામ ચેક કરી લેવુ જોઈએ. રજુ થયેલ પરિણામ મુજબ 1.86 લાખથી વધુ ઉમેદવારે પરીક્ષા આપી હતી જેમાથી 1.20 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા છે. 
 
ગુજરાત ટીએટી પરિણામ 2019 કેવી રીતે ચેક કરશો - વિદ્યાર્થી સૌ પહેલા સત્તાવાર વેબસાઈટ gujarat.education.gov.in પર જાય અને હોમપેજ પર News & Announcements  સેક્શનમાં જઈને ગુજરાત ટીએટી રિઝલ્ટ 2019 લિંક પર ક્લિક કરે. તમને એક નવુ પુષ્ઠ મોકલવામાં આવશે. આ પેજ પર તમારુ રજીસ્ટ્રેશન નંબરનો ઉપયોગ કરીને લોગ ઈંકરો. તમને તમારુ પરિણામ તમારી સ્ક્રીંપર દેખાશે. 
 
ઉમેદવાર પોતાનુ પરિણામ ડાઉનલોડ કરે અને તેની એક પ્રિંટ આઉટ કાઢીને પોતાની પાસે રાખી મુકો. જે વિદ્યાર્થી પરીક્ષા પાસ કરે છે તેઓ રાજ્ય દ્વારા સંચાલિત સંસ્થાનોમાં શિક્ષકની નોકરી માટે અરજી કરી શકે છે.