સોમવાર, 30 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 15 મે 2019 (14:21 IST)

21મી મેના રોજ 10 ધોરણનું પરિણામ જાહેર થશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ની માર્ચ મહિનામાં લેવાયેલી પરીક્ષાનું આગામી 21મી મેના દિવસે પરિણામ જાહેર થનારું છે. ધો.10ના વિદ્યાર્થીઓને પરિણામ માટે બહુ રાહ જોવી નહીં પડે. ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષાઓ માટે કુલ 137 ઝોનમાં આવેલા 1607 કેન્દ્રો કે જેમાં 5874 બિલ્‍ડીંગોનો સમાવેશ કરાયો હતો. તેના 63615 પરીક્ષા ખંડોમાં પરીક્ષાઓ લેવાશે. બંન્નેની આ પરીક્ષાઓમાં કુલ 135 જેટલા વિષયોની પરીક્ષાઓ લેવાઇ હતી. પરીક્ષાની કામગીરીમાં કુલ 85000થી વધુ કર્મચારીઓ કાર્યરત રહ્યા હતા. આ બંન્ને પરીક્ષાઓમાં કુલ18.50 લાખ વિદ્યાર્થીઓએ ઉમેદવારી નોંધાવી હતી. આ પરીક્ષાઓ અંતર્ગત એસ.એસ.સી. માટે કુલ 81 અને એચ.એસ.સી. માટે કુલ 56 ઝોનની રચના કરવામાં આવી છે. ધોરણ-10ની પરીક્ષાઓ માટે નિયમિત તેમજ રીપીટર સાથે કુલ 11,59,762 વિદ્યાર્થીઓ અને ધોરણ-૧૨ની પરીક્ષાઓ માટે સામાન્‍ય પ્રવાહના 5,33,626 અને વિજ્ઞાન પ્રવાહના 1,57,604 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. ધોરણ10માં અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં 1,23,487 વિદ્યાર્થીઓ અને 6,222 ફિઝિકલ ડિસેબલ સ્ટુડન્ટસે પરીક્ષા આપી હતી. માઘ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા છેલ્‍લા બે વર્ષથી બંદીવાન માટે પરીક્ષાઓ લેવાનું આયોજન કરાય છે તે અંતર્ગત માર્ચ-2019ની પરીક્ષાઓ માટે ધોરણ-10ના 89 ધોરણ-12ના 36 મળી કુલ 125 કેદી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને લાજપોર (સૂરત) મઘ્‍યસ્‍થ જેલ ખાતે ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષાઓ આપી હતી.