સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 26 ડિસેમ્બર 2018 (11:59 IST)

ગુજરાત યુનિ.ના વીસીના ઘરની દીવાલો પર આપત્તિજનક લખાણોથી ખળભળાટ

ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સરના ઘરની બહાર જ દિવાલો પર તેમની સામે આપત્તિજનક લખાણો લખવામાં આવતા વિવાદ સર્જાયો છે. વાઈસ ચાન્સેલરે એબીવીપીના અધિવેશનની થઈ રહેલી તૈયારીઓમાં  હાજરી આપી હતી.જેની સામે ગઈકાલે પણ એનએસયુઆઈએ વાંધો ઉઠાવ્યો હતો.એનએસયુઆઈના કાર્યકરોએ આ મુદ્દે વાઈસ ચાન્સેલરનો ખુલાસો માંગ્યો હતો.એનએસયુઆઈએ આંદોલનની ચીમકી પણ આપી હતી. એ પછી વીસીના ઘરની બહાર રાતોરાત આરએસએસના દલાલ કુલપતિ , આરએસએસની ઓફિસ જેવા લખાણો લખીને દીવાલો ખરડી નાંખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે એબીવીપીનુ અધિવેશન 15 વર્ષ બાદ 27 થી 30 ડિસેમ્બર દરમિયાન રિવર ફ્રન્ટ ખાતે યોજાવાનુ છે.