સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 26 ડિસેમ્બર 2018 (11:56 IST)

રાજકોટમાં અંધશ્રદ્ધાનો વધુ એક કિસ્સો, 4 દિવસના બાળકને દાદીએ ડામ દીધા

વિજ્ઞાનની આજની દુનિયામાં પણ લોકો કેટલા અંધશ્રદ્ધામાં જીવી રહ્યા છે તેનો વધુ કિસ્સો સામે આવ્યો છે. રાજકોટનો આ કિસ્સો ખરેખર અંધશ્રદ્ધામાં જીવતા લોકોની માનસિકતા કહી જાય છે. રાજકોટમાં એક નવજાત બાળકને તેના દાદીએ ડામ આપ્યા હતા. રાજકોટ પડધરીનાં ખખરાબેલા ગામમાં આ ઘટના બની છે. આદિવાસી પરિવારમાં ફક્ત 4 દિવસનાં બાળકને દાદી દ્વારા ડામ આપવામાં આવ્યા હતા. 4 દિવસનું બાળક શૌચક્રિયા ના કરતુ હોવાથી તેને ગેસ થયો હોવાનું અનુમાન લગાવી ડામ આપવામાં આવ્યા. 4 વર્ષનાં બાળકનાં પેટના ભાગે ગરમ સળિયાનાં ડામ આપવામાં આવ્યા હતા. આ ઘટના સામે આવ્યા બાદ બાળકને હૉસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યું હતુ. પ્રાથમિક તપાસમાં બાળકને શૌચમાર્ગ ન હોવાનું સામે આવ્યું છે. બાળક અત્યારે રાજકોટની કે.ટી. ચિલ્ડ્રન હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે.