મંગળવાર, 30 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 15 માર્ચ 2018 (13:18 IST)

ધારાસભ્યોને સસ્પેન્ડ કરાતાં કોંગ્રેસનું અસહકારનું આદોલન, ગૃહમાં મૌન જાળવ્યું

ગઈકાલે ગુજરાતના વિધાનસભાના ઈતિહાસની કલંકિત ઘટના બની હતી. ત્યારબાદ 3 ધારાસભ્યોને સસ્પેન્ડ કરાયા હતા. ઘટનાને પગલે આજે શરૂ થયેલી વિધાનસભાની કાર્યવાહીમાં બાકીના કોંગી ધારાસભ્યોએ ભાગ લીધો હતો. પરંતુ પોતાના સભ્યોને સસ્પેન્ડ કરાયાના વિરોધમાં અસહકાર આંદોલન છેડ્યું હતું. વિધાનસભામાં પ્રશ્ન પુછવાનો વારો આવવા છતાં પણ કોંગ્રેસના આનંદ ચૌધરીએ એક પણ શબ્દ બોલ્યા વગર વિરોધ કર્યો હતો. આજે ગૃહમાં પ્રશ્નોત્તરી દરમિયાન ક્રમશઃ પ્રશ્નોમાં કોંગ્રેસના ધારાસભ્યોનો પ્રશ્ન આવતો હોવાથી પણ વિપક્ષના સભ્યો એ પ્રશ્ન પૂછ્યો નહતો. પરીણામે અધ્યક્ષ તેમનો પ્રશ્ન મુવ નહી કરતા અધ્યક્ષ એ બીજા ક્રમાંકના અન્ય પ્રશ્ન મુવ કર્યો હતો આજે પ્રશ્ન કાળમાં કોંગ્રેસના ધારાસભ્ય આનંદભાઈ ચૌધરી ( માંડવી)નો પ્રશ્ન ક્રમાંક 2 હતો. પરંતુ તેમનો પ્રશ્ન પૂછવાનો વારો હોવા છતાંય તેમણે ગૃહમાં હાજર હોવા છતાંય પ્રશ્ન નહીં પૂછી ને અનોખો વિરોધ વ્યક્ત કર્યો હતો.