વિશ્વકોશમાંઅમિતાભ મડિયા દ્વારા ફિલ્મ ‘મિર્ચ મસાલા’ની પ્રસ્તુતિ

શનિવાર, 1 જુલાઈ 2017 (12:44 IST)

Widgets Magazine
amitabh madiya


વિશ્વકોશમાં અવારનવાર અનેક પ્રકારની ફિલ્મો બતાવીને જ્ઞાનની વહેંચણી થતી રહે છે. વિદેશમાં રહેલી સંસ્કૃતિ કે વિદેશી ફિલ્મો કે પછી વિદેશના કલાકારોની વાતો ફિલ્મો દ્વારા બતાવીને દ્વારા લોકોને જાણકારી આપવામાં આવે છે. ત્યારે ફરીએક વાર એક એવી ફિલ્મની વાત કરવામાં આવી જે ગુજરાતના સુપ્રસિદ્ધ સાહિત્યકાર ચુનિલાલ મડિયાની અભુમકરાણી નામની ટુંકીવાર્તા પરથી 1985માં બનેલી અને 1986માં નેશનલ ફિલ્મ ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા રિલિઝ કરવામાં આવેલી અને કેતન મહેતા દ્વારા દિગ્દર્શિત મિર્ચ મસાલાની.  ગુજરાત વિશ્વકોશમાં પદ્મશ્રી ધીરૂભાઈ ઠાકર જન્મશતાબ્દી વર્ષ ઉજવણી સમારોહના ચોથા દિવસે 91 વર્ષિય લેખક-સાહિત્યકાર ધીરૂબહેન પટેલે કહ્યું હતું કે 'શેરડીનાખેતરમાં તમે ગાયને ફરતી જુઓ તો તમને પોતાને શેરડી ખાધાંનો આનંદ આવે ખરો? તેની માટે તો ખેતરમાં જવું પડે અને શેરડી ખાવ તો ખબર પડે. આવી વાત ફિલ્મ જોવી અને તેની સાથે સમગ્ર પ્રોસેસને સમજવી તે છે. ફિલ્મ નિર્માણમાં સૌથી મહત્વની વાત વિષય વસ્તુની છે. ફિલ્મ મેકરના મનમાં પહેલા આખી વાત ક્લિયર થવી જોઈએ કે હું ફિલ્મ દ્વારા સમાજને શું આપવાનો છું. ધીરૂબહેનેકહ્યું કે, 'એક સારી વાર્તા સમાજમાં સારો મેસેજ પ્રસરાવવા માટે પૂરતી છે. તે ઉપરાંત આ કાર્યક્રમમાં ફિલ્મ 'મિર્ચ મસાલા' પર સાહિત્યકારો દ્વારા સમીક્ષા પણ કરાઈ હતી. જેમાં વાર્તાકાર ચુનિલાલ મડિયા અને કેતન મહેતાની ફિલ્મ 'મિર્ચ મસાલા'ની પ્રસ્તુતિ અગાઉ ધીરૂબહેન સાથે કિરીટ દૂધાત અને ફિલ્મ સમીક્ષક અમિતાભ મડિયા પણ જોડાયા હતા. વાર્તાકાર કિરીટ દૂધાતે કહ્યું કે, 'ચુનિલાલ મડિયાની વાર્તા પરથી બનેલી ફિલ્મ 'મિર્ચ મસાલા'માં કેતન મહેતાએ નારીવાદ અને તેના હક્કોની વાત કરી છે. એક વાર્તાકાર તરીકે ચુનિલાલ મડિયા વિશે કહેવું હોય તો તેઓ સમૃદ્ધ વાર્તા સર્જક હતા. સમૃદ્ધ એટલે તેમના ખિસ્સામાં 100-100ની નોટોને બદલે વાર્તાઓનો ખજાનો રહેતો હતો. આપણે ગુજરાતીઓ પાસે પૈસા હોય કે હોય પણ સ્વભાવે અને સર્જનની રીતે સમૃદ્ધ કહેવાઈએ છીએ.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
વિશ્વકોશ અમિતાભ મડિયા ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર આંતરરાષ્ટ્રીય સમાચાર મિર્ચ મસાલા’ની પ્રસ્તુતિ. Vishwakosh Mirch Masala Amitabh Madiya Gujarat News Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Business News Gujrati Samasar. Live Gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

Rain in Ahmedabad Photo - અમદાવાદમાં વાસણા બેરેજના બે દરવાજા ખોલાયા, ટંકારામાં 3 કલાકમાં 8 ઇંચ વરસાદ, બે તણાયા

ગુજરાતમાં ચોમાસુ જામતું જાય છે. ત્યારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘસવારી થઈ રહી છે. ...

news

Emotional - આ Father રોજ પોતાની પુત્ર્રીને Graveમાં સુવડાવવા લઈ જાય છે.. જાણો કેમ ?

પિતા પોતાના બાળકોની ભલાઈ મટે દરેક કોશિશ કરે છે. કોઈ પિતા નથી ઈચ્છતા કે તેના બાળકને એક ...

news

22 વર્ષની યુવતી બ્રા પહેર્યા વગર નોકરી કરવા ગઈ તો તેને નોકરીમાંથી કાઢી મૂકી ?

નોકરીમાંથી કાઢી મૂકવાના અનેક કારણો હોઈ શકે છે. પરંતુ શું ક્યારેય એવું વિચાર્યું છે કે કોઈ ...

news

ટેક્ષટાઈલ્સ ઈન્ડિયા-૨૦૧૭- મોદીના હસ્તે ભારતના સૌથી વિશાળ મેગા ટેક્ષટાઈલ્સ ટ્રેડ ફેરનો ભવ્ય શુભારંભ

વડાપ્રધાન મોદીના હસ્તે ટેક્ષટાઈલ્સ ઈન્ડિયા-૨૦૧૭ અંતર્ગત હેલિપેડ ગાંધીનગર ખાતે ભારતના ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine