શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 11 જૂન 2018 (13:50 IST)

ડોક્ટર મહિલા દર્દીઓને પ્રેમજાળમાં ફસાવી માણતો સેક્સ, બળાત્કાર અને બ્લેકમેઈલીંગની ફરિયાદ દાખલ કરાઈ

વડોદરામાં એક ડોક્ટરનો મહિલા દર્દીઓ સાથે કામલીલાના 25 જેટલા વીડિયો વાયરલ થયા છે. શહેર નજીકના ગામમાં પ્રેક્ટીસ કરતો આ હોમીયોપેથિક ડોક્ટર મહિલા દર્દીઓને પહેલા પોતાની પ્રેમજાળમાં ફસાવતો અને પછી પોતાના જ ક્લિનીકમાં જ સેક્સલીલા માણતો હતો. હાલમાં આ લંપટ ડોક્ટર વિરુદ્ધ બળાત્કાર અને બ્લેકમેઈલની ફરિયાદ નોંધાઈ છે. ઘટના બાદથી જ ડોક્ટર ભૂગર્ભમાં ઉતરી ગયો છે. વડોદરાના ગોત્રી રોડ ઉપર આવેલી ક્રિષ્ના ટાઉનશિપમાં રહેતો પ્રતિક જોશી નામનો ડૉક્ટર નજીકનાં અનગઢ ગામમાં હોમીયોપેથીની પ્રેક્ટીસ કરે છે. આ ડોક્ટર સારવાર માટે આવતી મહિલા દર્દીઓને પહેલા પોતાના પ્રેમજાળમાં ફસાવે છે. અને તે બાદ તેઓ સાથે પોતાના ક્લિનીકમાં જ સેક્સલીલા માણતો હતો. માહિતી મુજબ આ ડોક્ટરે ગામની 6 જેટલી મહિલા દર્દીઓ સાથે સેક્સલીલા માણી હોવાનું કહેવાય છે. ડોક્ટરના સેક્સલીલા માણતા 25 જેટલા વિડીયો વાયરલ થતાં તે રાતોરાત ક્લિનીકને તાળા મારીને ભૂગર્ભમાં ઉતરી ગયો હતો.આ ડોક્ટર સારવાર માટે આવતી મહિલાઓને એવી ગોળી આપતો, જેથી તેમને બીજી વાર ક્લીનિકમાં જવું પડતું. ગોળી આપ્યા બાદ ડોક્ટરની કામલીલાનો વીડિયો કમ્પાઉન્ડર ઉતારી લેતો. બાદમાં ડોક્ટર મહિલાને વીડિયો વાઈરલ કરવાની ધમકી આપીને રૂપિયાની માગણી કરતો. હાલમાં આ ડોક્ટર અને તેના કમ્પાઉન્ડર દિલીપ ગોહિલ વિરુદ્ધ બળાત્કાર અને બ્લેકમેઈલીંગની ફરિયાદ નંદેસરી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે.